વિશ્વમાં સૌથી સુંદર કયા દેશના લોકો છે એમ તમને કોઇ પૂછે તો તમે શું કહેશો? તમે કોઇ બ્રિટન કે ઑસ્ટ્રેલિયા કે કોઇ યુરોપિયન દેશનું નામ આપશો કે ફલાણા– ઢિંકણા દેશના લોકો ઘણા રૂપાળા અને ગોરા. એમાં તમારો કોઇ
વાંક નથી કારણ કે આપણે નાનપણથી એમ જ વિચારતા આવ્યા છીએ કે ગોરા એટલે સુંદર અને રૂપાળા. આપણા દેશમાં પર લગ્નવિષયક જાહેરાતોમાં પણ સ્પષ્ટપણે કહેવામાં આવે છે કે ગોરી, રૂપાળી કન્યા જોઇએ છે. તેથી
આપણા મગજમાં એ જ વાત ઘર કરી ગઇ છે કે ગોરા એટલે રૂપાળા અને વધુ સુંદર… પણ તાજેતરમાં જ એક વૈશ્વિક બ્રાન્ડે દુનિયામાં સૌથી સુંદર કયા દેશના લોકો છે એ વિશે સર્વે કર્યો હતો અને તેનું પરિણામ સાંભળીને તમે
છક્ક થઇ જશો. તેમણે સૌથી આકર્ષક દેખાતા 50 દેશોની યાદી બહાર પાડી છે, જેમાં ભારત પ્રથમ સ્થાને છે, તો અમેરિકા બીજા ક્રમે અને સ્વીડન ત્રીજા ક્રમે છે. રિપોર્ટ અનુસાર જાપાન ચોથા સ્થાને અને કેનેડા પાંચમા સ્થાને છે.
વિશ્વના સૌથી સુંદર દેખાતા લોકોની યાદી કેવી રીતે તૈયાર કરવામાં આવી? અહેવાલ મુજબ, વિશ્વની જાણીતી બ્રાન્ડે સોશિયલ મીડિયા પર દેખાતી પોસ્ટનું વિશ્લેષણ કર્યું હતું જેમાં વિવિધ દેશોના લોકો હતા. આ પોસ્ટ પરની
કોમેન્ટ્સમાં આકર્ષક, સુંદર, હેન્ડસમ, ગોર્જિયસ, ગુડ, હોટ અને સેક્સી જેવા શબ્દોના આધારે તેમનો સ્કોર તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમને મળેલા અપવોટને આધારે રેન્કિંગ તૈયાર કરવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર
સુંદર દેખાવાના મામલે બ્રિટન એકંદર દેશોની યાદીમાં ટોપ 10માં સ્થાન મેળવી શક્યું નથી. જોકે, બ્રિટનના પુરુષોને ખૂબ જ આકર્ષક માનવામાં આવે છે અને પુરુષોની યાદીમાં બ્રિટનને પ્રથમ સ્થાને રાખવામાં આવ્યું
છે.પુરૂષોની યાદીમાં ભારત બીજા સ્થાને, ઈટાલી ત્રીજા, અમેરિકા ચોથા સ્થાને છે. રિપોર્ટ અનુસાર અમેરિકા પછી સ્વીડન, જાપાન, ફ્રાન્સ, આયર્લેન્ડ, બેલ્જિયમ અને બ્રાઝિલ આવે છે.રિસર્ચ રિપોર્ટમાં દેશ સિવાય સુંદર મહિલાઓ
અને હેન્ડસમ પુરુષોની અલગ-અલગ યાદી પણ બહાર પાડવામાં આવી હતી. આ આધારે પણ ભારત મોખરે રહ્યું હતું. યાદીમાં ભારતીય મહિલાઓને વિશ્વમાં સૌથી સુંદર ગણાવવામાં આવી છે. વિશ્વની સૌથી સુંદર મહિલાઓના
મામલે જાપાન બીજા નંબર પર છે. જેમાં સ્વીડન ત્રીજા અને પોલેન્ડ ચોથા ક્રમે છે. તે જ સમયે, ઇટાલીની મહિલાઓ પાંચમા નંબર પર છે.રિસર્ચ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે પણ વિશ્વની સૌથી સુંદર મહિલાનું નામ આવે
છે, ત્યારે ભારતીય મહિલાઓ યાદીમાં પ્રથમ સ્થાને હોય છે. ફિલ્મોથી લઈને વિશ્વના અનેક તખ્તે ભારતીય મહિલાઓએ પોતાની સુંદરતાનો ઝંડો ફરકાવ્યો છે. વિશ્વભરમાં ભારતીયોના વધતા વર્ચસ્વ વચ્ચે, આ રિપોર્ટ તેમની તાકાતનું ઉદાહરણ રજૂ કરે છે અને જણાવે છે કે ભારતીયો વિશ્વભરમાં ફેલાઈ રહ્યા છે અને તેમનું નામ પ્રખ્યાત કરી રહ્યા છે. હવે તેની સુંદરતાની પણ પ્રશંસા થઈ રહી છે.