મુંબઈ: નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર માલિકોના લાભમાં કાયદા બનાવીને કામગાર ચળવળનું અસ્તિત્વ જ ભૂંસી નાખવા માગે છે, એમ મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ આઝાદી બાદ કેટલાક કલ્યાણના પગલાં લીધા હતા અને કૉંગ્રેસે દેશને કામગારોની તાકાતથી મજબૂત બનાવ્યો હતો. જ્યારે ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર આ બધા લાભ ધોઈ નાખવાનો પ્રયાસ કરી રહ્યા છે.
નવી મુંબઈના પનવેલમાં ઈન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કૉંગ્રેસ (ઈન્ટુક)ની રાજ્ય સ્તરીય પરિષદને સંબોધતાં નાના પટોલેએ કહ્યું હતું કે મોદી સરકારે કામગાર ચળવળ અને કામગાર વ્યવસ્થા ખતમ કરીને માલિકોની તરફેણના કાયદા કર્યા છે. તેમણે ખેડૂતોને ખતમ કરવા માટે ત્રણ કાળા કાયદા પણ લાવ્યા હતા, પરંતુ નાગરિકોએ આ કાયદા ખતમ કરવાની ફરજ પાડી હતી.
કામગારોને હક્ક અને વિશેષાધિકાર આપનારા કાયદાને બદલી નાખવામાં આવ્યા છે અને તેમાં માલિકોના હિતના કાયદા કરવામાં આવી રહ્યા છે.
મોદી સરકારે મીડિયા પર નિયંત્રણ મેળવી લીધું છે અને વહીવટીતંત્ર અને ન્યાયતંત્ર પર દબાણ લાવી રહ્યા છે, એમ પણ તેમણે કહ્યું હતું.
મોદી સરકાર કામગાર ચળવળને ખતમ કરવા માગે છે: નાના પટોલે
RELATED ARTICLES