( વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: બજેટની જોગવાઈઓ થી બહાર મુંજાયું હોય એવો તાલ છે. એક તબક્કે સેન્સેકસ ૧૨૦૦ પોઇન્ટ ઉછળ્યા બાદ ઉંચી સપાટીએ ટકી શક્યો નહી,અને બધો સુધારો ધોવાઇ ગયો છે. સેન્સેક્સ સરકીને 60000 પોઇન્ટની અંદર જતો રહ્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસે ૬૦૦૦૦ની સપાટી ગુમાવી દીધી છે.
સરકારે લઘુત્તમ ટેક્સ રિબેટ મર્યાદા વધાર્યા પછી અને ખર્ચમાં વધારો કર્યા પછી બુધવારે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. એક તબક્કે ૧૨૦૦થી વધુ ઉછળ્યો હતો, પરંતુ પાછળથી આ સુધારો ધોવાઇ ગયો હતો
સરકારે આગામી નાણાકીય વર્ષ માટે 15.43 ટ્રિલિયન રૂપિયાના ગ્રોસ બોરોઇંગ અને 11.80 ટ્રિલિયન રૂપિયાના ચોખ્ખા ઋણની જાહેરાત કર્યા પછી ભારતીય બોન્ડ યીલ્ડમાં ઘટાડો જોવા મળ્યો હતો.
બેન્ચમાર્ક બોન્ડ યીલ્ડ દિવસના ઉચ્ચ સ્તરોથી 11 બેસિસ પોઈન્ટ્સ જેટલું ઘટ્યું હતું, જ્યારે ભારતીય રૂપિયો ડોલર સામે થોડો વધ્યો હતો.
નાણા પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે સરકાર 2023/24માં લાંબા ગાળાના મૂડી ખર્ચ પર 10 ટ્રિલિયન રૂપિયા ($122.3 બિલિયન) ખર્ચ કરશે, કોવિડ કટોકટી પછી વૃદ્ધિને પુનર્જીવિત કરવા માટે અપનાવવામાં આવેલી વ્યૂહરચનાનો વિસ્તાર કરશે.
આ જાહેરાતને પગલે બેન્ચમાર્ક ઉછળ્યો હતો. જોકે બજારની નજર કરવેરાની અન્ય જોગવાઈ સાથે ફેડરલના નિર્ણય પર પણ ટકેલી હોવાથી સાવચેતીનું માનસ છે.