કંતારા’ના નિર્માતાઓને મળી રાહત
ફિલ્મ ‘કંતારા’ના નિર્માતાઓને મોટી રાહત મળી છે. મેકર્સ પર ફિલ્મના ગીત ‘વરાહ રૂપમ’ને લઈને સાહિત્યચોરીનો આરોપ છે. આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવતા વિજય કિરાગંદુર અને ‘કંતારા’ના નિર્માતા-નિર્દેશક ઋષભ શેટ્ટીને રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના એ નિર્ણયને ફેરવી નાખ્યો હતો. હાઈકોર્ટના નિર્ણયમાં એવું કહેવામાં આવ્યું હતું કે ફિલ્મમાં ‘વરાહ રૂપમ’ ગીત બતાવવામાં આવશે નહીં.
ફિલ્મ ‘કંતારા’ના નિર્દેશક અને નિર્માતાને સુપ્રીમ કોર્ટમાંથી આગોતરા જામીન મળી ગયા છે. આ સાથે કોર્ટે આ ગીતને ફિલ્મમાંથી હટાવવાના હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું છે કે, ‘ફિલ્મના નિર્માતા-નિર્દેશક વિજય કિરાગંદુર અને ઋષભ શેટ્ટી જ્યારે ગીતના કોપીરાઈટ ઉલ્લંઘનની તપાસના સંબંધમાં 12 અને 13 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે હાજર થશે ત્યારે તેમની ધરપકડ કરવામાં આવશે નહીં.’
ઋષભ શેટ્ટીની ફિલ્મ રિલીઝ થયા બાદ ફિલ્મના ગીત ‘વરાહ રૂપમ’ પર કેરળના બેન્ડ તાઈકુદમ બ્રિજ દ્વારા સાહિત્યચોરીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેણે કહ્યું હતું કે ફિલ્મના નિર્માતાઓએ તેના ગીત ‘નવરસમ’માંથી નકલ કરી છે. હાઈકોર્ટે આ ગીતને પણ ફિલ્મમાંથી હટાવવાનો નિર્દેશ આપ્યો હતો. પરંતુ, હવે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટે પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટે ‘કંતારા’માંથી ‘વરાહ રૂપમ’ ગીતને હટાવવાના આદેશ પર રોક લગાવી દીધી છે, જ્યારે ફિલ્મના નિર્માતા-નિર્દેશકને પણ આગોતરા જામીન મળી ગયા છે.
કંતારા’ના નિર્માતાઓને મળી રાહત
RELATED ARTICLES