કર્ણાટકના વલણની ટીકા કરતા મુખ્ય પ્રધાન શિંદે
મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેના સીમા વિવાદનો મુદ્દો દિવસે દિવસે વધુ વિવાદમાં પડતો જાય છે, જે સંર્દભે મંગળવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સીમા વિવાદ મુદ્દેના પ્રસ્તાવને વિધાનસભામાં સર્વસમંતિથી પસાર કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રના આ પ્રસ્તાવમાં જણાવાયું છે કે આ ગામની એક-એક ઈંચ જમીન મહારાષ્ટ્રમાં લાવવામાં આવશે અને સુપ્રીમ કોર્ટમાં પણ તેના માટે સરકાર તમામ પ્રયાસ કરશે.
આ ઠરાવમાં જણાવાયું છે કે બેલગામ, કારવાર, બીદર, નિપાની અને ભાલકી પ્રાંતની પ્રત્યેક ઈંચનો હિસ્સો મહારાષ્ટ્રનો હશે. જોકે, કર્ણાટકે ગુરુવારે મહારાષ્ટ્ર દ્વારા કરવામાં આવેલા સીમા વિવાદની ટીકા કરી હતી. કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઈવતીથી પસાર કરવામાં આવેલા પ્રસ્તાવને ધ્વનિમતથી મંજૂર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં જણાવ્યું હતું કે કર્ણાટકની જમીન, પાણી અને ભાષા અને કન્નડના લોકોના હિત સંબંધિત મુદ્દામાં કોઈ સમજૂતી કરવામાં આવશે.
એની સાથે એમ પણ જણાવાયું હતું કે કર્ણાટકના લોકો અને સભ્યો (વિધાનસભ્યો)ની ભાવનાઓ આ વિષય પર એક છે અને જો તેનાથી કોઈ અસર થતી હશે તો અમે બધા સાથે મળીને રાજ્યના હિતોની રક્ષા માટે બંધારણ અને કાયદાકીય રીતે પણ તેનું નિરાકરણ લાવવા માટે પ્રતિબદ્ધ છીએ, એમ જણાવ્યું હતું.