કતારઃ કતાર ફિફા વર્લ્ડકપ 2022 નિરંતર વિવાદમાં સપડાતું જાય છે, જેમાં પોર્ટુગલ-ઉરુગ્વે વચ્ચેની એક મેચમાં એક શખસે એલજીબીટીક્યુ(LGBTQ)નો ઝંડો લઈને ઘૂસી ગયો હતો. એટલું જ નહીં, તેને કારણે મેચને પણ થોડા સમય માટે રોકી દેવાની નોબત આવી હતી.
કતારમાં ફિફા વર્લ્ડકપમાં સોમવારે પોર્ટુગલ અને ઉરુગ્વે વચ્ચેની મેચમાં પોર્ટુગલ 2-0થી મેચ જીતી હતી, પરંતુ મેચ દરમિયાન એક પ્રર્દશનકારી રંગબિરંગી ઝંડો લઈને બ્લુ સુપરમેનની ટીશર્ટ પહેરીને મેદાનમાં ઉતરી ગયો હતો તથા તે ટી-શર્ટના આગળ લખ્યું હતું સેવ યુક્રેન અને પાછળ લખ્યું હતું કે રિસ્પેક્ટ ઈરાનિયન વુમન. જોકે, એ વખતે સુરક્ષા કર્મચારીએ તેને પકડી લીધો હતો અને બહાર પણ લઈ ગઈ હતી અને એના પહેલા તેને ઝંડો જમીન પર મૂકી દીધો હતો.
Protestor carrying rainbow flag runs onto the pitch during Uruguay Portugal, this is as much of that as the source broadcaster will show pic.twitter.com/SttAQuUHlu
— Carl Kinsella (@TVsCarlKinsella) November 28, 2022
રેફરીએ પછી ઝંડો ઉઠાવીને બાજુ પર રાખ્યો હતો, જ્યાંથી કર્મચારી લઈ ગયો હતો. મેદાનમાં જે ઝંડો લહેરાવ્યો હતો તે એલજીબીટી કમ્યુનિટીના સમર્થનમાં હતો તથા તેના વિરોધમાં કતારમાં સખત નિયમો બનાવ્યા છે. અહીં એ જણાવવાનું કે ટૂર્નામેન્ટ પહેલા સાત યુરોપિયન ટીમને રંગબિરંગી વન લવ આર્મબેન્ડ પહેરવાની પણ મંજૂરી આપી નથી.