ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી વધીને ૧૯.૦૫ ફૂટ પહોંચી

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભરૂચ: સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ૪૫ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા ભરૂચ શહેરના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીના જળસ્તરમાં અઢી ફૂટ જેટલો વધારો નોંધાયો હતો. નદીની જળ સપાટી ૧૯.૦૫ ફૂટે પહોંચતા કિનારાના લોકોને અને નીચાણવાળા વિસ્તારોને સાવધાન રહેવા સૂચના આપવામાં આવી હતી. સૂત્રોના જણાવ્ય મુજબ ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીના જળસ્તર મંગળવારે સવારે ૬:૩૦ કલાકે ૧૭ ફૂટે પહોંચી હતી. જે ૧૦ વાગ્યા બાદ ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીનું જળ સ્તર વધીને ૧૯.૦૫ ફૂટે પહોંચ્યું છે. નદીમાં ભરતીને પગલે અઢી ફૂટનો વધારો થયો છે. ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદીનું વોર્નિંગ લેવલ ૨૨ ફૂટ જ્યારે ભયજનક સપાટી ૨૪ ફૂટ છે. ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદી વોર્નિંગ લેવલને સ્પર્શે તેવી શકયતા વ્યક્ત કરાઇ રહી છે. ત્યારે સાંજ સુધીમાં નદીની સપાટીમાં વધારો થાય તેવી શક્યતાને પગલે નદી કાંઠાના લોકોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.