માન્યામાં આવે એવી વાત નથી પણ એક જ ઝટકામાં ખાતામાંથી દુનિયાના નંબર વન દોડવીર ઉસેન બોલ્ટનાં ૯૮ કરોડ (12 million US dollar) સફાચટ કરી નાખવામાં આવ્યા છે અને તેનાથી રાતોરાત બોલ્ટ કંગાળ બની ગયો હોવાનું જાણવા મળ્યું છે.
કહેવાય છે બોલ્ટ વિશ્વના ટોચના દોડવીરોમાં અગક્રમે છે, અને નિવૃતિ પછીની તમામ રકમ ખાતામાંથી ગાયબ થઇ ગઇ છે.
લંડનથી લઈને બીજિંગ ઓલિમ્પિકની સ્પર્ધામાં ટોચના ક્રમે રહ્યો છે અને અને ખિતાબો જીત્યા હતાં. અલબત્ત ઓલિમ્પિકમાં ૮ વખત ગોલ્ડ મેડલ જીત્યા છે, જ્યારે તેના નામે અનેક વિક્રમો નોંધાયા છે. જોકે જિંદગીમાં નિવૃત્તિના દિવસોમાં એકએક કરોડો રૂપિયાની રકમ ખાતામાંથી ગાયબ થઈ જવાથી કંગાળ બની ગયો છે.
બોલ્ટના ઇન્વેસ્ટમેન્ટ ખાતામાંથી ૯૮ કરોડ સફાચટ કરી નાખવામાં આવ્યા છે. તેનું ખાતું સ્ટોક એન્ડ સિક્યોરિટી લિમિટેડ (SSL) માં હતું, જે જમૈકા સ્તિથ કંપની છે. કંપનીને આપેલી જાણકારી અનુસાર બોલ્ટનાં વકીલે આ રકમ પાછી આપવાની માંગણી કરી chem વકીલે કંપનીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે મારા ક્લાયન્ટ સાથે છેતરપિંડી, ચોરી અથવા બંને બાબતનો ભોગ બન્યા છે. જે ગંભીર ગુનો છે.
જોકે દસ દિવસમાં રકમ પાછી આપવાની માંગણી કરી છે અને જો એમ નહિ કરવામાં આવે તો કેસ કરવામાં આવશે એવી ચેતવણી આપવામાં આવી છે. આ કેસમાં હવે જમૈકાની financial services commission તપાસમાં લાગી ગયું છે.
Oh God! ઉસેન બોલ્ટને કોને કર્યો કંગાળ?
RELATED ARTICLES