‘ધ કાશ્મીર ફાઈલ્સ’
ઈઝરાયેલનું ડેમેજ કંટ્રોલ
જ્યુરી હેડની શરમજનક કમેન્ટ્સ: રાજદૂત
અનુપમ ખેર અને અગ્નિહોત્રીનો વળતો જવાબ
વિપક્ષો પણ વચ્ચે કૂદી પડ્યા
——–
મુંબઈ: ઈઝરાયેલી ફિલ્મનિર્માતા નાદવ લેપિડે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મને બિહામણી અને પ્રચારલક્ષી તરીકે ગણાવી તેના એક દિવસ બાદ તેમના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે સત્ય એ સૌથી ખતરનાક વસ્તુ છે, કારણ કે એ લોકોને જૂઠું બોલી શકે છે. આ બાબતે ઈઝરાયેલના રાજદૂતે જ્યુરી હેડની કમેન્ટ્સ શરમજનક હોવાનું જણાવ્યું હતું. બીજી બાજુ ફિલ્મ અંગે પોતાની પ્રતિક્રિયા આપવા માટે વિપક્ષોએ પણ ઝુકાવ્યું હતું.
દરમિયાન સુપ્રીમ કોર્ટના વકીલે ગોવા પોલીસ સ્ટેશનમાં આઈએફએફઆઈના જ્યુરી હેડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગોવા પોલીસે ઈઝરાયેલી ફિલ્મનિર્માતા નાદવ લેપિડ વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
ધ કાશ્મીર ફાઈલ્સમાં અભિનય કરનાર પીઢ અભિનેતા અનુપમ ખેરે મંગળવારે કહ્યું હતું કે સત્ય હંમેશાં જૂઠાણાને પછાડે છે, ત્યાર બાદ અગ્નિહોત્રીની પ્રતિક્રિયા આપી હતી. ગોવામાં સોમવારે રાતે ૫૩મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (આઈએફએફઆઈ)ના સમાપન સમારોહમાં લેપિડે ધ કાશ્મીર ફાઈલ્સને પ્રોપોગેન્ડા ફિલ્મ અને બિહામણી ગણાવી હતી. તેમણે આઈએફએફઆઈના આંતરરાષ્ટ્રીય સ્પર્ધા જ્યુરીના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.
સત્ય એ સૌથી ખતરનાક વસ્તુ છે, તે લોકોને જૂઠું બોલી શકે છે, એવું અગ્નિહોત્રીએ ટ્વિટર પર લખ્યું હતું. અગ્નિહોત્રી લિખિત અને દિગ્દર્શિત ધ કાશ્મીર ફાઈલ્સ પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા સમુદાયના લોકોની હત્યા બાદ કાશ્મીરમાંથી કાશ્મીરી હિંદુઓની હિજરતને દર્શાવે છે.
૧૧મી માર્ચે રિલીઝ થયા બાદ વિવેચકો અને લેખકોના એક વર્ગ દ્વારા આ ફિલ્મને તેની સમસ્યારૂપ રાજકારણ માટે લેખાવવામાં આવી હતી. જોકે આ ફિલ્મે રૂ. ૩૩૦ કરોડથી વધુની કમાણી કરીને બોક્સ ઓફિસ પર અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું હતું
દર્શન કુમાર, મિથુન ચક્રવર્તી અને પલ્લવી જોશી અભિનિત આ ફિલ્મ આઈએફએફઆઈ ખાતે ભારતીય પેનોરેમા વિભાગના ભાગરૂપે પ્રદર્શિત કરવામાં આવી હતી. ફિલ્મ ફેસ્ટિવલની ૨૦૨૨ એડિશનના સમાપન સમારોહમાં તેમના ભાષણમાં લેપિડે કહ્યું હતું કે ફેસ્ટિવલમાં ધ કાશ્મીર ફાઈલ્સ પ્રદર્શિત થતી જોઈને હું વ્યગ્ર અને આઘાત પામ્યો હતો. આ કાર્યક્રમમાં ખેર અને બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે હાજરી આપી હતી.
આ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક ફિલ્મ પર લેપિડની ટિપ્પણીઓએ સોશિયલ મીડિયા પર વિવિધ ઠેકાણેથી પ્રતિક્રિયાઓ સાથે વિવાદ જગાવ્યો હતો. ભારતમાં ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને ફિલ્મનિર્માતાની નિંદા કરતાં કહ્યું હતું કે તેમને શરમ આવવી જોઇએ, કારણ કે તેણે ફિલ્મ ફેસ્ટિવલમાં ન્યાયાધીશોની પેનલને અધ્યક્ષતા માટે ભારતીય આમંત્રણનો સૌથી ખરાબ રીતે દુરુપયોગ કર્યો હતો.
લેપિડનાં મંતવ્યો પર પ્રતિક્રિયા આપતાં ભાજપના ગોવાના પ્રવક્તા સેવિયો રોડ્રિગ્સે એક મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે ફિલ્મનિર્માતા અને આઈએફએફઆઈ જ્યુરીના વડા નાદવ લેપિડ દ્વારા ધ કાશ્મીર ફાઈલ્સ પર આપવામાં આવેલ નિવેદન કાશ્મીરમાં હિંદુઓ દ્વારા સામનો કરવામાં આવેલી ભયાનકતાનું અપમાન છે.
તમે કોઇ ફિલ્મની કલાત્મક રીતે ટીકા કરી શકો છો, પરંતુ કાશ્મીરી પંડિતોના પ્રચાર દ્વારા સહન કરવામાં આવતી નિર્દયતા વિશે સત્ય કહેવું શરમજનક છે, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.
દરમિયાન કોંગ્રેસનાં પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે જણાવ્યું હતું કે આખરે નફરત બહાર આવે છે. ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદી, તેમની સરકાર, ભાજપ, આરડબ્લ્યુ ઈકોસિસ્ટેમેે ધ કાશ્મીર ફાઈલ્સનો ઉત્સાહપૂર્વક પ્રચાર કર્યો. ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા દ્વારા ફિલ્મને નકારી કાઢવામાં આવી છે. જ્યુરી હેડ નાદવ લેપિડે ફિલ્મને પ્રોપોગેન્ડા અને અભદ્ર તરીકે કહીને અયોગ્ય ગણાવી છે, એવું શ્રીનાતે ટ્વિટ કર્યું હતું.
શિવસેનાનાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ઈઝરાયેલી ફિલ્મનિર્માતાના ભાષણની વીડિયો લિક શેર કરી હતી જેમાં તેમણે ધ કાશ્મીર ફાઈલ્સની ટીકા કરી હતી. (પીટીઆઈ)