જીભનો રસ, જીભનો સ્વાદ જિતાઈ જાય તો બધું જ જીતી લેવાય

48

શાંકરવાણી -ડૉ. અનિલ દ્વિવેદી

ષૂડ્રવ્રળરુઢહ્ય રુખરુઇંટ્ટશ્ર્ન્રૂટર્ળૈ પ્રુટરુડણ રુધષળેરર્ઊૈં ધૂગ્રટર્ળૈ
શ્ર્નમળદ્યર્ધ્ણૈ ણ ટૂ ્રૂળખ્ર્રૂટર્ળૈ રુમરુઢમયળટ્ટપ્ળન્નટજ્ઞણ લધ્ટૂશ્ર્રૂટળપ્ર
યટિળજ્ઞશ્રઞળરુડ રુમરસ્ત્રટર્ળૈ ણ ટૂ મૈઠળ મળ્રુર્રૂૈ લપૂઁળ્રૂઘજ્ળટર્ળૈ
પળેડળલધ્રિપધન્નિશ્ર્ન્રૂટર્ળૈ ઘણ ઇૈંક્ષળણેશ્ર્વૂ્રૂજ્ળપૂટ્ટલૈગ્રટળપ્ર॥
રોજ ભૂખરૂપી રોગની દવા કરવી એટલે કે ભિક્ષારૂપી ઔષધ ખાવું, સ્વાદિષ્ટ અન્નની માગણી ન કરવી, પ્રારબ્ધવશાત્ જે મળ્યું છે, તેમાં સંતોષ રાખવો, ટાઢ અને તડકાને સહન કરવાં, એકપણ વૃથા વાક્ય ન બોલવું, ઉદાસીનપણાને ઈચ્છવું અને મનુષ્યો પર કૃપા કરવાનું કે નિષ્ઠુર બનવાનું છોડી દેવું.
(૧) ભિક્ષૌષધિ ખાવી:- શંકરાચાર્ય સંન્યાસી હતા તેથી સંન્યાસીના ધર્મરૂપ ભિક્ષા માગવાનું કહે છે. અહીં શબ્દો બહુ સરસ મૂક્યા છે. આચાર્ય જણાવે છે કે ભૂખ એક રોગ છે. રોજ ભૂખ લાગે જ. એટલે તેની દવા કરવી. અર્થાત્ ભિક્ષા માગી ભૂખ દૂર કરવી. અહીં ભિક્ષાને ઔષધિ કહી છે. જેમ દવા લઈએ એમ ભિક્ષાન્ન ખાવું, શરીર ટકી રહે, નબળું ન પડે એટલી ભિક્ષા માગવી અને એ ભિક્ષાનું અન્ન આરોગવું.
બીજું, ક્યારેય સ્વાદિષ્ટ અન્ન ન જ માગવું. શ્રીમદ્ ભાગવતમાં લખ્યું છે કે રુઘર્ટૈ લમૃ રુઘર્ટૈ ફલજ્ઞ જીભનો રસ, જીભનો સ્વાદ જિતાઈ જાય તો બધું જ જીતી લેવાય. જો સર્વ પર વિજય મેળવવો હોય તો રસને, સ્વાદને જીતી લેવો. સાત્ત્વિક ભોજન જ લેવું.
(૨) મળ્યું તેમાં સંતોષ:- આપણા નસીબમાં લખ્યું હોય તેટલું અને તે જ આપણને મળતું હોય છે, તેથી તેમાં સંતોષ અને આનંદ માનવો. ઘણી વાર આપણને ખબર પણ નથી હોતી એટલું સુખ કે દુ:ખ મળતું હોય છે. બાલાશંકર કંથારિયાએ ખૂબ સરસ કહ્યું છે કે –
અરે પ્રારબ્ધ તો ઘેલું, રહે તે દૂર માગે તો,
ન માગ્યે દોડતું આવે, ન વિશ્ર્વાસે કદી રહેજે.
આથી જ આચાર્ય જણાવે છે કે નસીબ આપે તેને મીઠું ગણી આનંદથી જીવન જીવવું.
(૩) ટાઢ-તડકો સહવો:- આનો સારાંશ એ છે કે બને એટલું પ્રકૃતિથી નજીક રહેવું. હા, ખોટી ટાઢ કે તડકો સહન ન જ કરાય, માંદા પડી જવાય. પણ ‘ટાઢ-ટાઢ કરીએ નહીં, ટાઢના માર્યા મરીએ નહીં’- આ વાત યાદ રાખવી, કેમ કે મનથી ટાઢ-ટાઢ કે તડકો-તડકો કરવાથી ટાઢ અને તડકો વધી જતાં હોય છે. આ પણ પ્રકૃતિનો પ્રસાદ છે, એમ માની તેનો સહજ સ્વીકાર કરવો. આપણે જેટલા પ્રકૃતિથી નજીક રહીએ તેટલા વધુ સ્વસ્થ
રહીએ છીએ, તેથી થોડી ટાઢ કે થોડો તડકો સહન કરવો.
(૪) વૃથા વાક્ય ન બોલવું:- આપણે આખા દિવસ દરમિયાન જે કાંઈ બોલતા હોઈએ છીએ, તેમાં કામનાં વાક્ય બહુ ઓછાં હોય છે. મોટા ભાગે નકામું જ વધુ બોલાતું હોય છે. જો કામનું જ બોલીએ તો બહુ જ ઓછું બોલવાની જરૂર પડે છે. ઓછું બોલવાથી માનસિક અને શારીરિક શક્તિ વેડફાતી નથી પરિણામે આપણી આંતરિક શક્તિ, આંતરિક ઊર્જા વધતી જાય છે એટલે જ મહાપુરુષ મૌન રાખતા હોય છે. લાઓત્સે પોતાના પાડોશી સાથે રોજ મોર્નિંગ વોક કરતા. એક દિવસ પાડોશીના મહેમાન પણ સાથે હતા. લાઓત્સે વોકિંગ વખતે ક્યારેય કંઈ ન બોલતા. આ વાત તેના પાડોશી જાણતા, પણ મહેમાનને આવી ખબર નહીં. એ સતત રાહ જુએ કે લાઓત્સે કાંઈ બોલે, પણ લાઓત્સે તો મૌન. વળતી વખતે છેલ્લે પાડોશીથી ન રહેવાયું તેમણે કહ્યું – કેટલી સરસ સવાર છે નૈ! આ સાંભળી લાઓત્સે બોલ્યા – ખૂબ જ સરસ સવાર હતી, પણ તમે બોલ્યા એટલે બગડી! મૌન રહીને કુદરતને અને જીવનને માણવાં એની મજા કંઈ ઔર છે.
આપણા આદરણીય કવિ રાજેન્દ્રભાઈ શુક્લએ લખ્યું છે કે –
ઓગળે તો ઓગળે એ મૌનથી ઝળહળ થતું
શબ્દનું એની કને કંઈ ક્યાં નીપજતું હોય છે?
‘એ’ એટલે મન. મન મૌનથી ઓગળી શકે, શબ્દથી નહીં. આથી શંકરાચાર્ય કહે છે કે એકપણ નકામું વાક્ય ન બોલવું.
(૫) ઉદાસીનતા રાખવી:- દુનિયાની બાબતોમાં ક્યાંય રાગ-દ્વેષ ન આવે, એ રીતે તટસ્થ બનીને રહેવું. અંતે આનો કોઈ અર્થ નથી, તેથી ઉદાસીન ન બનવું. એટલે કે બહુ ધ્યાન ન આપવું. માત્ર દ્રષ્ટા બનવું, ઘણી વાર ઘણી બાબતોનો કોઈ અર્થ નથી હોતો. એક વખત ટ્રેનમાં મુસાફરી કરતા બે મિત્રો, બારી બંધ રાખવી કે ખુલ્લી, એ બાબતે ઝઘડી પડ્યા, ઘણી માથાકૂટ કરવા લાગ્યા ત્યારે કોઈ સમજુ સજ્જને કહ્યું કે મિત્રો ઝઘડો નહીં, કેમ કે બારીમાં કાચ જ નથી!
આમ વ્યર્થ વાદ-વિવાદ ન કરવા, બસ જોયા કરવું.
(૬) કૃપા કે નિષ્ઠુરતાનો ત્યાગ:- એવી પણ એક કહેવત છે કે દયા ડાકણને ખાય, બહુ દયા રાખવા જેવું નથી. એટલે આચાર્ય કહે છે કે લોકો પર દયા પણ ન રાખવી અને કઠોર પણ ન બનવું. બહુ દયાળુ બનેલા રાજર્ષિ ભરત, બીજા જન્મમાં હરણ બન્યા હતા! તેથી સંવેદના રાખવી, તેમાં ઓતપ્રોત ન થઈ જવું, લોકો પર ખોટું ગુસ્સે પણ ન થવું. ગુસ્સો એવી ચીજ છે કે થયા પછી બન્ને પક્ષે દુ:ખ થાય, તેથી કોઈ પર ગુસ્સે પણ ન થવું. સુંદરમ્નું સરસ કાવ્ય છે, જેમાં કવિ વ્યક્તિનો સ્વીકાર કરતા જાય છે, પણ એક વ્યક્તિનું કેટલું ગજુ! છેલ્લે કવિ ઈશ્ર્વરને પ્રાર્થે છે કે – હવે તો લઈ લે આ અખિલ જગ એ માર્ગ જ રહ્યો. હે પરમેશ્ર્વર! હવે તો તું જ આ ઉપેક્ષિતોને લઈ લે. એ જ એક રસ્તો છે. આમ ઈશ્ર્વરને પ્રાર્થના કરવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!