અત્યારે આખી દુનિયા આ નવા કોરોના વાઈરસ વિશે શક્ય એટલી માહિતી જાણવાનો કે એકઠી કરી રહી છે અને આ જ અનુસંધાનમાં એક નવી માહિતી એ સામે આવી છે કે નિષ્ણાતો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે લોકો આ નવા કોરોનાના વેરિયન્ટને કારણે ઝોમ્બી ઈન્ફેક્શનનો શિકાર થઈ શકે છે. ઝોમ્બી ઈન્ફેક્શન એટલે એવી પરિસ્થિતી કે જ્યારે કોઈ બીમારીના કોન્ટેક્ટમાં આવવાને કારણે જ સ્વસ્થ વ્યક્તિ પણ ઈન્ફેક્ટેડ થઈ જાય છે અને તે આગળ બીજા લોકોને આ બીમારી ફેલાવે છે. એટલું જ નહીં જો કોઈ વ્યક્તિનું કોરોનાને કારણે મૃત્યુ થાય તો મૃતદેહથી પણ સંક્રમણ ફેલાઈ શકે છે. નવા અભ્યાસમાં આ વાતનો ખુલાસો થયો છે કે જે લોકો આ મૃતદેહની અંતિમ વિધિ કરવાનું કામ કરે છે તેઓ આ વાઈરસની ચપેટમાં આવી જાય એવી શક્યતા સૌથી વધુ રહેલી છે. પેથોલોજિસ્ટ, મેડિકલ એક્ઝામિનર્સ, હેલ્થકેયર વર્કર્સ સિવાય જે પણ હોસ્પિટલ કે પછી નર્સિંગ હોમમાં કામ કરે છે, જ્યાં કોવિડને કારણે લોકોના મૃત્યુ થાય તેમના માટે આ જોખમ છે. નિષ્ણાતો દ્વારા આવા પરિવારોને ચેતતા રહેવાની ભલામણ કરી છે. 2020માં દુનિયાભરના જૂદા જૂદા દેશોની સરકારે શોકાકુળ પરિવારોને કોરોનાસંક્રમિત વ્યક્તિના મૃતદેહથી દૂર રહેવાની, તેને અડવાની અને જોવાની મનાઈ ફરમાવી હતી. આવા મૃતદેહને બેગમાં સીલ કરીને 24 કલાકની અંદર જેમ બને તેમ ઝડપથી અંતિમ સંસ્કાર કરવાની ભલામણ કરવામાં આવી હતી.