ઓસ્ટ્રેલિયામાં આયોજિત ટી-20 વર્લ્ડ કપમાં ક્રિકેટના રસિયાઓ ટૂર્નામેન્ટનો ભરપૂર લાભ લઈ રહ્યા છે. સિડનીમાં ભારત અને નેધરલેન્ડ વચ્ચે ચાલી રહેલી મેચ દરમિયાન એક ચાહકે પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું. કેમેરામેને આ ઘટનાને કેમેરામાં કેદ કરી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મહત્ત્વની વાત એ છે કે ICCએ પણ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ ઘટનાનો વીડિયો શેર કર્યો હતો.
આ ઘટના નેધરલેન્ડ્સની ઇનિંગની 7મી ઓવરમાં ઘટી હતી. જેમાં એક વ્યક્તિએ તેના સાથે મેચ જોવા આવેલી ગર્લફ્રેન્ડને રિંગ પહેરાવીને પ્રોપોઝ કર્યું હતું. કપલની આ રોમાન્ટિક પળો કેમેરામાં કેદ થઈ હતી અને ટીવીમાં ટેલિકાસ્ટ થઈ હતી.