આવકવેરા વિભાગે બ્લોકબસ્ટર સાઉથ ફિલ્મ ‘પુષ્પા’ બનાવનાર પ્રોડક્શન કંપની Mythri Movie Makersના અનેક સ્થળો પર દરોડા પાડ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર કંપનીના ત્રણ માલિકો યાલામંચીલી રવિશંકર, નવીન અર્નેની અને ચેરુકુરી મોહનના ઘર સહિત 15 સ્થળ પર ગરોડા પાડ્યા છે. Mythri Movie Makers ફિલ્મ પ્રોડક્શન કંપનીએ અત્યાર સુધી ઘણી સુપરહિટ ફિલ્મો બનાવી છે. આઈટી વિભાગના અધિકારીઓને શંકા છે કે પુષ્પા ફિલ્મમાં ફોરેન ફંડિંગ થયું છે. NRIએ પણ કંપનીમાં મોટી રકમનું રોકાણ કર્યું હોવાની માહિતી આવકવેરા વિભાગને મળી હતી. જે બાદ હૈદરાબાદમાં રેઈડ પાડવામાં આવી છે. મહત્ત્વની વાત એ છે કે આ અંગે આઈટી વિભાગ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
તાજેતરમાં કંપનીએ સાઉથના ઘણા સુપરસ્ટાર્સને તેમની ફિલ્મો માટે મોટી રકમ ચૂકવીને સાઈન કર્યા છે. જેમાં ચિરંજીવી, બાલકૃષ્ણ અને પવન કલ્યાણ જેવા મોટા નામ સામેલ છે.