શ્રદ્ધા વાલકરની હત્યા કર્યા બાદ આરોપી આફતાબ પૂનાવાલાએ બંબલ ડેટિંગ એપના માધ્યમથી અન્ય એક છોકરીને પોતાના ઘરે બોલાવી હતી. દિલ્હી પોલીસે આ છોકરીની ઓળખ કરી લીધી છે અને એને ટૂંક સમયમાં પૂછપરછ માટે બોલાવવામાં આવશે. એના જવાબ પરથી પોલીસને વધુ માહિતી મળશે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે આફતાબને મળવા આવનારી છોકરી વ્યવસાયે ડૉક્ટર છે. આ છોકરી સાયકોલોજિસ્ટ છે. સાયકોલોજિસ્ટ એટલે કે મનોચિકિત્સક. લોકો એની પાસે માનસિક રોગની સારવાર માટે આવે છે. આફતાબે આ છોકરીને ઘરે બોલાવી હતી અને જ્યારે આ છોકરી આફતાબને મળવા તેના ઘરે આવી હતી ત્યારે શ્રદ્ધાના શબના ટૂકડાઓ આફતાબના ફ્રિજમાં જ હતા.
આફતાબ ઘણો ચાલાક છે. પોલીસને ભ્રમમાં નાખવા તે ખોટી વાતો કહી રહ્યો છે. દિલ્હી પોલીસે અગાઉ દાવો કર્યો હતો કે આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધાની હત્યા બાદ શરીરને કાપવા માટે પાંચ ચાકુનો ઉપયોગ કર્યો હતો.
આફતાબ પૂનાવાલાએ એની સાથએ લિવ ઇન રિલેશનશીપમાં રહેતી ગર્લ ફ્રેન્ડની ગળું દબાવીને હત્યા કરી હતી અને ત્યાર બાદ જુદા જુદા ચાકુની મદદથી એની લાશના 35 ટૂકડા કરી એને પોલિથીન બેગમાં ભરી ફ્રીજમાં રાખ્યા હતા અને ત્યાર બાદ ત્રણ અઠવાડિયા સુધી રોજ રાતે મહેરૌલીના જંગલમાં જઇને એની લાશના ટૂકડાઓને એક એક કરીને ફેંકતો હતો.
શ્રદ્ધાની હત્યા બાદ આફતાબના ઘરે આવનારી છોકરીની ઓળખ થઇ, વ્યવસાય જાણીને ચોંકી જશો…
RELATED ARTICLES