નવી દિલ્હીઃ આઈસીસી દ્વારા સોમવારે વર્ષ 2022ના એવોર્ડસની જાહેરાત કરી છે. પહેલા દિવસે ટવેન્ટી-20ની ટીમ ઓફ ધ યરની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ટીમ ઈન્ડિયાના બેટસમેનનો દબદબો જોવા મળે છે. ચલો જાણીએ આઈસીસીની આ ટીમમાં કયા ખેલાડીઓને સ્થાન મળ્યું છે, જેમાં સૌથી પહેલા સૌથી વધુ રન બનાવનાર સૂર્યકુમાર યાદવ મોખરે છે.
આઈસીસી દ્વારા વર્ષ 2022ના એવોર્ડસની જાહેરાત કરી છે. ટવેન્ટી-20 ટીમમાં સ્થાન મેળવનારા સૂર્યકુમાર યાદવની સિવાય વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા પણ છે. આઈસીસી દ્વારા ટીમની કમાન જોસ બટલરને સોંપવામાં આવી છે અને તેની આગેવાનીમાં ઈંગ્લેન્ડે ટવેન્ટી-20નો વર્લ્ડકપ જીત્યો હતો.
ટીમ ઈન્ડિયાના ત્રણ, બે પાકિસ્તાનના, ઈંગ્લેન્ડના બે, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે-શ્રીલંકા અને આર્યલેન્ડના એક-એક ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. અલબત્ત, આઈસીસીની એવોર્ડ કેટેગરીમાં સૌથી વધારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ છવાયા છે, જેમાં બે બેટ્સમેન અને એક ઓલરાઉન્ડરને સ્થાન મળ્યું છે. આઈસીસી મેન્સ ટવેન્ટી-20 ઈન્ટરનેશનલ ટીમ ઓફ ધ યર 2022ની યાદીમાં ઈંગ્લેન્ડના કેપ્ટન અને વિકેટકિપર જોસ બટલર, મહોમ્મદ રિઝવાન, ત્રીજા અને ચોથા ક્રમે વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવનો નંબર છે. ન્યૂઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સ પાંચમા ક્રમે છે. આ ઉપરાંત, ઝિમ્બાબ્વેના સિકંદર રજા છઠ્ઠા સ્થાને છે, ત્યારબાદ હાર્દિક પંડ્યા સાતામ નંબરે છે, જ્યારે સેમ કરેન (ઈંગ્લેન્ડ), વાનિન્દુ હસરંગા (શ્રીલંકા), હારિસ રઉફ (પાકિસ્તાન) અને આર્યલેન્ડના જોશ લિટિલ છે.
મહિલાની ટીમમાં પણ સ્મૃતિ મંધાના મોખરે
આઈસીસીની વુમેન્સ ટીમ ઓફ ધ યરમાં પણ ચાર ભારતીય મહિલાનો સમાવેશ થાય છે, જેમાં સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા, રેણુકા સિંહ અને ઋચા ઘોષને સ્થાન મળ્યું છે. બીજા ક્રમે ઓસ્ટ્રેલિયાની બેથ મુની, ન્યૂઝીલેન્ડની કેપ્ટન સોફી ડિવાઈન, ઓસ્ટ્રિલિયાની એશ ગાર્ડનર, તાહિલા મેકગ્રા, ઇંગ્લેન્ડની સોફી એક્લેસ્ટોન અને શ્રીલંકાની ઈનોકા રાણાવીરાનો સમાવેશ થાય છે.