Homeઆમચી મુંબઈઠાકરે જૂથના આ ફાયર બ્રાન્ડ નેતાના પતિ જોડાયા શિંદે જૂથમાં

ઠાકરે જૂથના આ ફાયર બ્રાન્ડ નેતાના પતિ જોડાયા શિંદે જૂથમાં

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીનો અંત આવે એવું જણાતું નથી. એક પછી એક નેતાઓ અને કાર્યકર્તાઓ તેમનો સાથ છોડીને એકનાથ શિંદેના જૂથમાં જોડાઈ રહ્યા છે.
ઉદ્ધવ ઠાકરે ગ્રુપના ફાયરબ્રાન્ડ નેતા ગણાતા સુષમા અંધારેના ભૂતપૂર્વ પતિ વૈજનાથ વાઘમારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પક્ષ ‘બાળાસાહેબચી શિવસેના’ જૂથમાં જોડાઈ ગયા છે. ત્યારે સુષમા અંધારેને અડચણમાં લાવવા માટે વૈજનાથ વાઘમારે શિંદે ગ્રૂપમાં લાવવામાં આવ્યા હોવાની ચર્ચા આખો દિવસ ચાલતી રહી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે છૂટાછેડા થયા બાદ સુષમા અંધારે અને વૈજનાથ વાઘમારે બંને અલગ રહે છે.
ભૂતપૂર્વ પત્ની સુષમા અંધારે ઠાકરે ગ્રૂપના ફાયરબ્રાન્ડ નેતા છે, તેમને કાઉન્ટર કરવા માટે તેઓ શિંદે ગ્રૂપમાં જોડાયા છે? એવા સવાલો મીડિયાએ વૈજનાથ વાઘમારેને કરતા તેમણે કહ્યું હતું કે સુષમા ઠાકરેની શિવસેનાના ફાયરબ્રાન્ડ નેતા હોય તો તેમને કામ કરવા માટે મારા તરફથી શુભેચ્છા છે. તેઓ તેમના વિચારો સાથે કામ કરે અને હું બાળાસાહેબની શિવસેના સાથે કામ કરવા માગુ છું.
પોતાના ભૂતપૂર્વ પતિ વૈજનાથ વાઘમારેના શિંદે ગ્રૂપમાં પ્રવેશને લઈને સુષમા અંધારેએ કહ્યું હતું કે રાજકારણમાં અનેક પક્ષમાં અનેક લોકોના પ્રવેશ થતા હોય છે. કોણ કયો મુદ્દો લઈને અમુક પક્ષમાં જાય છે, તે મહત્ત્વનું હોય છે.

RELATED ARTICLES

Most Popular