(જયપ્રકાશ કેળકર)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા હિલાયલ પુલને આખરે ગુરુવારે રાહદારીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સામાન્ય રીતે દરેક પ્રોજેક્ટ પૂરો થયા બાદ તેના ઉદ્ઘાટન અને પ્રોજેક્ટનું શ્રેય લેવામાં રાજકીય પાર્ટીઓ વચ્ચે હોડ ચાલતી હોય છે. પરંતુ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસને અડીને આવેલા હિમાલય પુલ કોઈ પણ જાતની જાહેરાત નહીં કરતા પાલિકાએ ગુરુવારે ચૂપચાપ ખુલ્લો મૂકી દીધો હતો.
હિમાલય પુલ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ બિલ્િંડગ અને અંજુમન-આઈ-ઈસ્લામની બિલ્ડિંગને જોડે છે અને દાદાભાઈ નવરોજી લેન ઉપરથી પસાર થાય છે. આ પુલનું પુન:બાંધકામનું કામ પૂર્ણ થતા આખરે તેને ખોલી દેવામાં આવ્યો હતો. આ પુલનો અમુક હિસ્સો ૧૪ માર્ચ, ૨૦૧૯ના તૂટી પડતાં સાતના મોત થયા હતા. તો ૩૦ લોકો જખમી થયા હતા.
નવા પ્લાન મુજબ હિમાલય પુલ ટકાઉ સ્ટેનલેસ સ્ટીલથી બાંધવામાં આવ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી આ પુલનું કામ ચાલી રહ્યું હતું. પોલાદથી તૈયાર કરવામાં આવનારો મુંબઈનો આ પહેલો જ પુલ છે. પુલ માટેનું ફેબ્રીકેટેડ સ્ટીલ સ્ટ્રક્ચર ખાસ ભુવનેશ્ર્વરમાં બાંધવામાં આવ્યું હતું અને ત્યાંથી માળખાને મુંબઈ લઈ આવીને એક -એક ગર્ડર નાખીને પુલનું કામ પૂરું કરવામાં આવ્યું હતું. પુલના બંને છેડે દાદરા છે અને આગામી સમયમાં પુલ પર એસ્કેલેટર પણ બેસાડવામાં આવવાના છે.
આ પુલને બાંધવા માટે ૧૫ મહિનાની ડેડલાઈન રાખવામાં આવી હતી. તે મુજબ ફેબ્રુઆરીમાં ખુલ્લો મૂકાવાનો હતો. જોકે ટ્રાફિક પોલીસ અને મુંબઈ હેરિટેજ ક્ધવર્ઝન કમિટી પાસેથી મંજૂરી મળવામાં વિલંબ થયો હતો અને તેને કારણે પુલના બાંધકામમાં પણ વિલંબ થયો હતો. હવે આ પુલ ખુલ્લો મૂકી દેવાયો છે ત્યારે દરરોજ લગભગ ૫૦,૦૦૦ રાહદારીઓ તેનો ઉપયોગ કરશે. પાલિકાએ આ પુલના બાંધકામ પાછળ લગભગ સાત કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
હવે ફેરીવાળાની બુકિંગ શરૂ થાસે