ફેબ્રુઆરી મહિનાથી જ રાજ્યમાં ગરમી લોકો દઝાડી રહી છે. એવામાં હવામાન વિભાગે હિટવેવની આગાહી આપી હતી. પરંતુ હવે રાહતના સમાચાર મળી રહ્યા છે ગુજરાતમાં હાલ હિટવેવની અસર નહિ થાય. તાપમાનનો પારો ધાર્યા કરતા નીચે રહે તેવી હવામાન વિભાગની આગાહી છે. પવનની દિશા બદલતા તાપમાન ઘટશે. પવનની દિશા પશ્ચિમ તરફની થતાં રાહત મળશે. 4 દિવસમાં મહત્તમ તાપમાન 2 થી 3 ડીગ્રી ઘટશે.
રાજ્યભરમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. દિવસે આકરી ગરમી લોકોને દઝાડી રહી છે બીજી તરફ સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે અગાઉ જણાવ્યું હતું કે, આગામી બે દિવસ સુધી ગુજરાતના કચ્છ વિસ્તારમાં હીટવેવ જોવા મળશે. આગામી બે દિવસ સુધી તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સુરેન્દ્ર નગર, રાજકોટ જીલ્લામાં પણ હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું હતું. પરંતુ હવે પવનની દિશા બદલાતા લોકોને હાલ પુરતી રાહત મળશે.
હવામાનશાસ્ત્રીઓના મતે આગામી મહિનાઓમાં દેશમાં ગરમી રેકોર્ડ તોડી શકે છે. તેઓ એવું એટલા માટે કહી રહ્યા છે કારણ કે, ફેબ્રુઆરીમાં જ ભુજમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. બીજી તરફ રાજસ્થાનના ઘણા શહેરોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીને પાર કરી ગયું છે. એવો અંદાજ છે કે, સમગ્ર એશિયામાં ભારતમાં સૌથી વધુ ગરમી પડી શકે છે.
ગુજરાતમાં હિટવેવની અસર નહિ થાય, હવામાન વિભાગે આપ્યું આ કારણ
RELATED ARTICLES