Homeવાદ પ્રતિવાદકુરાન શરીફનું દિલ સૂરહયાસીન છે

કુરાન શરીફનું દિલ સૂરહયાસીન છે

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

શું આપ જાણો છો કે કુરાને પાકની મંઝિલ (વિભાગો) કેટલી છે? સૂરએ નજમ પ્રથમ સૂરત (પ્રકરણ) છે જેનાં આયતે સજદા નાઝિલ થઈ તેમ જ આખી રાતમાં એક રકાતમાં આખું કુરાન ખતમ કરનાર એ ચાર વ્યક્તિઓ કોણ કોણ હતી? વાંચો કુરાન શરીફ અંગેની માહિતી વિશેના આ પાંચમાં અને છેલ્લા પ્રકરણમાં:
– કુરાને પાકની ૭ મંઝિલ આ મુજબ છે:
* પહેલી મંઝિલ પાંચમો પારો (ભાગ)
* બીજી મંઝિલ સૂરહ આઅરાફ
* ત્રીજી મંઝિલ સૂરહ રઅદમા ઉકુલહા
* ચોથી મંઝિલ સૂરહ હજ્જ
* પાંચમી મંઝિલ સૂરહ અહઝાબ
* છઠ્ઠી મંઝિલ સૂરહ ફતહ અને
* સાતમી મંઝિલ કુરાન ખત્મ ઉપર
* સૂરહ નજમ પ્રથમ સૂરત છે જેમાં આયતે સજદા નાઝિલ થઈ
* સૂરહ જુમુઆની પહેલી આયાત તૌરાતમાં સાતસો આયતનો દરજ્જો રાખે છે.
* હામીમવાળી સૂરતો એટલે કે વિભાગ – વાક્યોને કુરાનનો દરવાજો કહેવામાં આવે છે.
* સૂરએ બકરહની દરેક આયત સાથે એંસી ફરિશ્તા નાઝિલ થયા.
* કુરાન પાક લોહે મહફૂઝ (આકાશવાણી)થી રમઝાનની ૨૭ તારીખમાં નાઝિલ થયું, પછી લોહે મહફૂઝથી જેમ જેમ જરૂરત પડતી રહી કટકે કટકે થોડું થોડું નાઝિલ (ઉતરાણ) થતું રહ્યું.
* કુરાન પાક ૨૩ વર્ષની મુદ્તમાં નાઝિલ થયું.
* કુરાન પાકમાં ૧૧૪ સૂરત (પ્રકરણ) છે, ૮૬ સૂરતો મક્કામાં નાઝિલ થઈ અને ૨૭ સૂરતો મદીના શરીફમાં નાઝિલ થઈ.
* કુરાન પાકમાં ૭૭,૯૩૪ કલમાત (વાણી) છે.
* કુરાન પાકમાં નુકતા હજ્જાજ બિન યુસૂફ સકફીના હુકમથી નસીર બિન આસિમ લયસી અને યહ્યા બિન ઉમૈરે લગાવ્યા.
* કુરાન પાકમાં નુક્તા હિજરી ૮૬મા લગાવવામાં આવ્યા.
* કુરાન પાકનો સૌથી પહેલા ઉર્દૂ ભાષામાં તરજુમો શાહ રફીઉદ્ીને ઈ.સ. ૧૭૭૪માં કર્યો.
* કુરાન પાકમાં ૧૪ તિલાવત (પઠન)ના સજદા છે – નમન છે.
* કુરાન પાકમાં શાફઈ મઝહબનો એક સજદો આવેલો છે અને તે ૧૭મા પારા (ભાગ)ના છેલ્લા રૂકુઅ (પેરેગ્રાફ)માં છે.
* કુરાન પાકના સૌથી પહેલા હાફિઝ (આખું કુરાન મોઢે યાદ કરનાર)નું નામ હઝરત ઉસ્માનગની રદ્યિલ્લાહુ અન્હુ છે.
* આખી રાતમાં એક રકાતમાં પૂરા કુરાનના વાંચનને પૂર્ણ કરનાર ચાર વ્યક્તિઓ હતા:
૧ – હઝરત ઉસ્માનગની (રદ્.િ અન્હો)
૨ – હઝરત તમીમ દારી (રદ્.િ અન્હો)
૩ – હઝરત સઈદ બિન ઝુબૈર (રદ્.િ અન્હો)
અને ૪- હઝરત ઈમામે આઝમ અબૂ હનીફા (રદ્.િ અન્હો)
* કુરાન પાકમાં પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમને અગિયાર વખત યા અય્યુહન્નબીયુ દરજ્જાથી ખિતાબ (સન્માનિત) કરવામાં આવેલ છે.
* કુરાને પાકનું દિલ સૂરહયાસીનને કહેવામાં આવે છે.
* સૂરહ તૌબાના શરૂમાં બિસ્મિલ્લાહ (અલ્લાહના નામથી શરૂ) પઢવામાં આવતી નથી.
* કુરાન પાકનું નુઝૂલ (ઉતરાણ) બે વખત થયું. પહેલી વખત લોહે મહફૂઝથી બૈતુલ મામૂરમાં નાઝિલ કર્યું, બીજી વખત દુનિયાની જરૂરત મુજબ ૨૩ વર્ષમાં પયગંબર હઝરત મુહંમદ (સ.અ.વ.) ઉપર નાઝિલ થયું.
* કુરાન પાકનું ઉતરાણ ઈંજલ (બાઈબલ)ના ઉતરાણ બાદ પાંચસો યા તો સાતસો વર્ષ બાદ થયું.
* સૂરએ અન્આમ સાથે સિત્તેર હજાર ફરિશ્તા નાઝિલ થયા.
* સૂરએ ફતેહા નુઝૂલ (ઉતરાણ) થતી વખતે ૮૦ હજાર મલાઈકા જુલૂસની શકલમાં નાઝિલ થયા.
* સૂરહ યુનૂસ વખતે ૩૦ હજાર ફરિશ્તા અને આયતુલ કુર્સી વખતે ૩૦ હજાર ફરિશ્તા નાઝિલ થયા.
સુજ્ઞ વાચક મિત્રો! પવિત્ર કુરાન વિશેની પાંચ ભાગમાં આપેલી સંક્ષિપ્ત માહિતીથી આપ જરૂર સંતુષ્ટ થયા હશો. અમારા આ નમ્ર પ્રયત્નમાં ક્યાંક સરતચૂક રહી જવા પામી હોય તો દરગુજર કરશો. આપનો અભિપ્રાય અમને પ્રોત્સાહિત કરશે. આમીન.
– કબીર સી. લાલાણી
શું આ માહિતીથી આપ પરિચિત છો?
જે ચાર આકાશી કિતાબો આવી તેના નામ અને જે પયગંબર પર તે નાઝિલ થઈ તે નબીઓના નામ આ મુજબ છે:
૧ – તૌરાત. હઝરત મૂસા અલૈયહિસ્સલામ
૨ – ઝુબૂર (ઝબૂર) હઝરત દાઉદ અલૈયહિસ્સલામ
૩ – ઇંજલ (બાઈબલ) હઝરત ઈસા અલૈયહિસ્સલામ અને
૪ – કુર’આન હઝરત મુહંમદ (સ.અ.વ.) પર ઈલાહી વાણીથી ઊતરી (નાઝિલ) થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -