Homeમેટિનીધાર્મિક શિલ્પ બનાવતા હાથોએ યુદ્ધસામગ્રી તૈયાર કરી

ધાર્મિક શિલ્પ બનાવતા હાથોએ યુદ્ધસામગ્રી તૈયાર કરી

પ્રાસંગિક -સુનીલ શાસ્ત્રી

બર્લિન ફેસ્ટિવલ પહેલા યુએસએના યુટા શહેરમાં સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં પણ યુક્રેનની ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી હતી જેને સારો આવકાર મળ્યો હતો અને અમુક ફિલ્મ તો પારિતોષિક મેળવવામાં પણ સફળ રહી હતી. વિશેષ ધ્યાન ખેંચનાર બે ફિલ્મની વાત અહીં કરીએ.
કશિીંલિુ ઘર અક્ષશિં -ઝફક્ષસ ઘબતફિંભહયત: રશિયન આક્રમણ સામે ટકી રહેવાનું સામર્થ્ય યુક્રેનની જનતામાં ૨૦૨૨માં શરૂ થયેલા યુદ્ધના સમયથી જ નથી જોવા મળ્યું, ૨૦૧૪માં રશિયાના આક્રમક વલણનો પ્રારંભ થયો ત્યારથી જોવા મળ્યું છે. ગયા વર્ષે રશિયાએ આક્રમણ કર્યું ત્યારે લીવીથ ઓબ્લાસ્ટ નામના યુક્રેનના શહેરમાં રશિયન ટેન્કને આંતરી એને નાગરી વિસ્તારમાં ઘૂસી જતા અટકાવવા અંતરાય-વિઘ્નો તૈયાર કરવામાં આવ્યા હતા એ હકીકતનું પ્રભાવી ચિત્રણ ૧૨ મિનિટની આ ડોક્યુમેન્ટરીમાં જોવા મળે છે. ફિલ્મના દિગ્દર્શક દોમિત્રો સુખોલીતકીએ દેશનું સંરક્ષણ કરતા યુક્રેનના નાગરિકોની એકતા દર્શાવવા કેટલાક પ્રતીકનો ઉપયોગ કર્યો છે. આ ડોક્યુમેન્ટરી દર્શકોને ધાર્મિક શિલ્પ તૈયાર કરતી કાર્યશાળામાં લઈ જાય છે. જોવાની વાત એ છે કે જે કારીગરો ઈસુ ખ્રિસ્ત અને અન્ય ધાર્મિક અવતારના શિલ્પ બનાવતા હતા એ જ હાથ ટેન્કની આગેકૂચ અટકાવતા અંતરાયો મોટા પાયે બનાવતા નજરે પડે છે. શિલ્પકામ કરતા આર્ટિસ્ટ અને શિલ્પીઓમાં જે પોતાના મિત્ર હતા એમની મદદ ડિરેક્ટરે ફિલ્મ બનાવવા માટે લીધી હતી. ફિલ્મના નિર્માતાએ દિગ્દર્શકની કલ્પનાશક્તિની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ‘ફિલ્મમાં પ્રતીકનો ઉપયોગ રૂપક તરીકે જોવા મળે છે. તમે જિસસ ક્રાઇસ્ટના ક્રોસને – ઈસુ ખ્રિસ્તના વધસ્તંભને આડો રાખો એટલે એ વિઘ્ન કે અંતરાય બની જાય. યુદ્ધ દ્રશ્યો કે કોઈ પણ જાનહાનિ દર્શાવ્યા વિના વોર ફિલ્મ બનાવવા સૂઝબૂઝ જોઈએ જે દોમિત્રો પાસે છે.’ ટૂંકમાં જે કારીગરો ધાર્મિક શિલ્પ બનાવતા હતા એ જ કારીગરો પોતાની આવડતનો ઉપયોગ યુદ્ધ ભૂમિ પર દેશના સંરક્ષણ માટે કરી રહ્યા હતા. ફિલ્મમાં ઘોડેસવારીની તેમજ લશ્કરી આવડત ધરાવતા કોઝેક, ૧૦૦ માણસોની ટુકડીનો ઉપરી – સેન્ચુરિયન, સંતો અને ઈસુ ખ્રિસ્તના બીબાં બનાવતા ચાર શિલ્પીઓ
સ્ટીલના ભારેખમ ગર્ડરમાંથી ચેક હેજહોગ
(ટેન્કને આગળ વધતી અટકાવવા માટે વાડ કે આડશ) બનાવતા દેખાડવામાં આવ્યા છે. દેશની સુરક્ષાની
વાત આવે ત્યારે પરિવર્તન કેટલું અસરકારક
સાબિત થાય એ વાત આ ફિલ્મ દ્વારા સમજાય છે. દેશદાઝ કે દેશભક્તિ જ્યારે કૃતિથી સિદ્ધ થાય ત્યારે એના પરિણામ વધુ અસરકારક સાબિત થતા હોય છે. આ ફિલ્મના સારાંશમાં યુક્રેનની બે વાસ્તવિકતા – યુદ્ધ પહેલાની (સંતોના શિલ્પ બનાવવા) અને યુદ્ધ પછીની (યુદ્ધભૂમિ પર ઉપયોગી સાબિત થાય એવાં સાધનો તૈયાર કરવાં) એમ જણાવવામાં આવ્યું છે. ફિલ્મમાં આ કલ્પનાનું યથાર્થ ચિત્રણ જોવા મળે છે, પણ દર્શકો સુધી એથી વધુ મહત્ત્વની વાત પહોંચે છે કે જરૂરિયાત અનુસાર માનવશક્તિ બીજી દિશામાં વાળવાથી દેશની રક્ષા થાય છે. ફિલ્મના પ્રભાવી માધ્યમથી આ વાત દર્શકોના હૃદયમાં સોંસરવી ઊતરી જાય છે.
૨૦ ઉફુત શક્ષ ખફશિીાજ્ઞહ: ૯૪ મિનિટની આ ડોક્યુમેન્ટરીને સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ સિનેમા ડોક્યુમેન્ટરી વિભાગમાં ઓડિયન્સ ઍવોર્ડ એનાયત થયો હતો. આ ડોક્યુમેન્ટરીનું શૂટિંગ કરવા એસોસિયેટેડ પ્રેસ નામની સમાચાર સંસ્થાનો રિપોર્ટર ફોટોગ્રાફર અને નિર્માતા સાથે યુક્રેનના મારિયોપો શહેરમાં ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૨ના દિવસે દાખલ થયો હતો. આ ત્રણ જણ પહોંચ્યા એના એક જ કલાક પછી શહેરના સીમા વિસ્તારમાં રશિયાએ પહેલો બોમ્બ ફેંકી યુદ્ધ શરૂ કરી દીધું હતું. માથે સતત તલવાર લટકતી હોવા છતાં કોઈ પણ જાતના ગભરાટ વિના ત્રણ જણ ૨૦ દિવસ સુધી રશિયાના આક્રમણ વચ્ચે જન જીવન કેવું હતું એનું શૂટિંગ કરતા રહ્યા. રિપોર્ટર ચેર્નોવના કહેવા અનુસાર ‘આક્રમણને પગલે થયેલો વિનાશ અને જનતાની બેહાલી લોકો સુધી પહોંચે એ અમારો ઉદ્દેશ હતો. સમાચાર જોતી વખતે લોકો એક કે દોઢ મિનિટ માટે ટુકડા જોતા હોય છે. એના પરથી એકંદર પરિસ્થિતિની જાણકારી ન મળે.’ આ ટીમે દોઢેક કલાકનું કરેલું ચિત્રણ વિશ્ર્વમાં અનેક ઠેકાણે પહોંચતું કરવામાં આવ્યું અને દુનિયાભરમાં એની નોંધ લેવાઈ. રશિયન આક્રમણના પ્રારંભના લગભગ એક વર્ષ પછી રિલીઝ કરવામાં આવેલી આ ડોક્યુમેન્ટરીમાં દર્શકોને બોમ્બમારાથી બચવા તૈયાર કરવામાં આવેલા આશ્રયસ્થાનમાં સંતાઈ જતા લોકો, પ્રિયજનોને ગુમાવતા લોકો અને દિવસરાતની પરવા કર્યા વિના જખ્મીઓની સારવાર કરતી જનતા ઉપરાંત બીજાં કેટલાંક હૃદયદ્રાવક દૃશ્યો જોવા મળે છે. ફિલ્મમાં એક સીન છે જેમાં પોલીસ ઑફિસર જીવના જોખમે કેટલીક જરૂરી સામગ્રી એડિટર સુધી પહોંચાડવાની કોશિશ કરતો દેખાય છે. એ એવું માનતો હોય છે કે જો
એ સામગ્રી પ્રસિદ્ધ થશે તો કદાચ યુદ્ધનું પરિણામ બદલાઈ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular