ગ્રેટ ખલી કો આયા ગુસ્સા! ટોલ પ્લાઝા પર કર્મચારીને મારી દીધો લાફો, Video Viral

દેશ વિદેશ

ધ ગ્રેટ ખલી નામથી જાણીતા વર્લ્ડ રેસલિંગ એન્ટરટેનમેન્ટ (WWE) ના ભૂતપૂર્વ ચેમ્પિયન દલીપ સિંહ રાણાનો ટોલ પ્લાઝાના કર્મચારીઓ સાથે વિવાદ થઇ ગયો હતો. વિવાદ એટલે વધી ગયો હતો કે તેમણે કર્મચારીને લાફો મારી દીધો હતો. આ ઘટના ત્યારે થઇ જયારે ધ ગ્રેટ ખલી પંજાબના જાલંધરથી હરિયાણાના કરનાલમાં જઇ રહ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.
આ વીડિયોના હવાલે દાવો કરવામાં આવી રહ્યો છે કે ધ ગ્રેટ ખલીએ ID કાર્ડ માંગવા પર કર્મચારીઓને લાફો મારી દીધો હતો. આ ઘટના ફિલ્લૌર પાસે સ્થિત ટોલ પ્લાઝાની હોવાનું કહેવાઇ રહ્યું છે.

વીડિયોમાં ધ ગ્રેટ ખલી થપ્પડ મારી રહ્યા હોવાનું તો નથી દેખાતુ પણ તેમનો કર્મચારી સાથે વિવાદ થઇ રહ્યો હોવાનું દેખાય છે. આ પૂરી ઘટના અંગે પ્રતિક્રિયા આપતા ધ ગ્રેટ ખલીએ ટોલ પ્લાઝાના કર્મચારીઓ પર બ્લેકમેલ અને ગેરવર્તણૂક કરવાનો આરોપ લગાવ્યો છે. એમણે કહ્યું હતું કે કર્મચારીઓ તેમની કારમાં ઘૂસવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
કર્મચારીઓ મારી સાથે સેલ્ફી લેવા ઇચ્છતા હતા, પણ જયારે મેં ઇનકાર કર્યો ત્યારે તેઓ ગેરવર્તણૂક કરવા લાગ્યા. બીજી બાજુ ટોલ પ્લાઝાના કર્મચારીઓનું કહેવુ છે કે તેમણે ધ ગ્રેટ ખલી પાસેથી આઇડી કાર્ડ માંગ્યું હતું. એટલે તેને ગુસ્સો આવી ગયો અને કર્મચારીની પીટાઇ કરી. જે વીડિયો દેખાઇ રહ્યો છે તેમાં તેઓ આઇડી કાર્ડ ન હોવાની વાત કહેતા જોવા મળે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.