મોહિનીઅટ્ટમ અને કથકલીમાં મહારત હાંસલ કરનાર પદ્મ ભૂષણથી સન્માનિત ડો. કનક રેલેનું બુધવારે મુંબઈ ખાતે 85 વર્ષે ઉમરે નિધન થયું હતું. તેઓ મુંબઈમાં આવેલા નાલંદા ડાન્સ રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર- ફાઉન્ડર હતા અને નાલંદા નૃત્ય કલા મહાવિદ્યાલયના ફાઉન્ડર પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમના નિધનથી નૃત્ય જગતના એક યુગનો અંત થયો છે. આજે બપોરે 4 વાગ્યે નાલંદા ખાતેથી તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવશે.
ડો. રેલેના નિધન પર શોક વ્યક્ત કરતા મહારાષ્ટ્રના નવા નિમાયેલા રાજ્યપાલ રમેશ બેસે જણાવ્યું હતું કે ડો. રેલેએ તેમનું સંપૂર્ણ જીવન ઇન્ડિયન કલાસિકલ ડાન્સ ફોર્મના રિસર્ચ, પ્રમોશન અને પ્રસાર માટે સમર્પિત કર્યું હતું.
તેમણે નાલંદા ડાન્સ રિસર્ચ સેન્ટર અને નાલંદા નૃત્ય કલા મહાવિદ્યાલયના માધ્યમથી તેમના ક્ષેત્રમાં ખૂબ જ અનન્ય અને નોંધપાત્ર કામગિરી બજાવી હતી. તેમણે હજારો વિદ્યાર્થીઓને કલાસિકલ ડાન્સનું પ્રશિક્ષણ આપ્યું હતું અને સેંકડો લોકોને તેઓ શાસ્ત્રીય નૃત્યની સમીપ લાવવાનું ભગીરથ કાર્ય કર્યું હતું.
Veteran dance guru and Mohiniyattam exponent Padma Bhushan Dr Kanak Rele dedicated her entire life to the cause of promotion, propagation and research of Indian classical dance forms. She was one of the finest exponents of Mohiniyattam and Kathakali.
— Governor of Maharashtra (@maha_governor) February 22, 2023
તેમના નિધનથી નૃત્ય જગતને કદીયે ન પુરાય એવી ખોટ પડી છે. આપણે આજે એક મહાન નૃત્ય તપસ્વિનીને ગુમાવી દીધી છે એવું પણ તેમણે વધુમાં ઉમેર્યું હતું.