(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મંજૂરી વગર બૅંકમાં ગેરકાયદે રીકે ખાતા ખોલનારા સર જે.જે. હૉસ્પિટલના ડૉકટર, કર્મચારીઓની સામે આકરાં પગલાં લેવામાં આવશે એવી સરકારે જાહેરાત કરી છે. આ પ્રકરણમાં મેડિકલ ઍજ્યુકેશન કમિશનરની અધ્યક્ષતામાં સ્થાપવામાં આવેલી સમિતિએ તેની તપાસ કરી હતી.
હાલ બજેટ અધિવેશન ચાલી રહ્યું છે ત્યારે આ મુદ્દો પ્રશ્ર્નોત્તર કાળમાં વિધાનસભ્ય સુનીલ પ્રભુ અને ભાસ્કર જાધવે સવાલ ઉપસ્થિત કર્યો હતો. એ પ્રકરણમાં તપાસ બાદ જે.જે. હૉસ્પિટલના ૧૧ વિભાગના પ્રમુખોએ વિભાગના નામે કોઈપણ મંજૂરી નહીં લેતા બૅંકમાં સ્વતંત્ર ખાતા ખોલ્યા હોવાનું જણાયું હતું.
આ તમામ બેંક ખાતામાં લગભગ છ કરોડ રૂપિયા જમા છે. આ પૈસા મુખ્યત્વે વિદેશમાં જવા માટે, વિદેશમાં હોટલમાં રહેવા માટે અથવા મંજૂરી નહીં લેતા વૈદ્યકીય ઉપકરણની ખરીદી માટે કરવામાં આવ્યા હતા.
તેમાંથી બે કરોડ ૭૫ લાખ રૂપિયા ખર્ચ થયા હોઈ બાકીની રકમ જમા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને દોષી પર સખત કાર્યવાહી કરવામાં આવશે એવું આરોગ્ય શિક્ષણ પ્રધાન ગિરીશ મહાજને કહ્યું હતું. ઉ
બૅંકમાં ગેરકાયદે ખાતા ખોલનારા ડૉક્ટર, કર્મચારી સામે સરકાર આકરાં પગલાં લેશે
RELATED ARTICLES