શરદ પવારની સંમતિથી જ સરકાર બની હતી : ફડણવીસનો ધડાકો

115

મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસના એક સ્ટેટમેન્ટ ને કારણે મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી ગરમાવો આવ્યો છે. હાલમાં જ ફડણવીસે દાવો કર્યો હતો કે શરદ પાવરની સંમતીથી જ જે તે સમયે તેમણે સરકાર બનાવી હતી. ત્યારે હવે આ વિધાન બાદ શરદ પવાર પોતે પણ ચર્ચાના મેદાનમાં ઉતર્યા છે.
૨૦૧૯માં રાજ્યના રાજકારણમાં એક મોટી ઘટના બની, જ્યારે હાલ ના ઉપમુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે અજિત પવાર સાથે મળીને સરકાર સ્થાપી હતી. જો કે આ સરકાર માત્ર ૭૨ કલાકમાં પડી ભાંગી હતી. આ ઘટનાના ૩ વર્ષ બાદ પણ દેવેન્દ્ર ફડણવીસની એ વહેલી સવારની શપથવિધિની ચર્ચાઓ બંધ થઈ નથી. આ જ શપથ વિધિ અંગે દેવેન્દ્ર ફડણવીસે એક નવું વિધાન કરતા મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વાર ચર્ચાનો દૌર શરૂ થઈ ગયો છે. રાષ્ટ્રવાદીના સર્વેસર્વા શરદ પવારની સાથે ચર્ચા બાદ જ સરકાર સ્થાપવામાં આવી હતી આવો ખુલાસો ફડણવીસે કર્યો છે. આ શપથ વિધિ અંગે દેવેન્દ્ર ફડણવીસ બોલ્યા કે મારી સાથે બે વાત વિશ્વાસઘાત થયો. પહેલો ઉદ્ધવ ઠાકરે એ કર્યો તેઓ ઇલેક્શન અમારી સાથે લડયા હતા, પણ જ્યારે એમને લાગ્યું કે તેઓ મુખ્યમંત્રી થઈ શકે છે, ત્યારે એમને મારો ફોન ઉપાડવાની પણ બંધ કરી દીધી. એમેને મુખ્ય પ્રધાનની ખુરશી એટલી પ્રિય હતી કે એમને કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી સાથે હાથ મેળવ્યો. અને બીજો વિશ્વાસઘાત રાષ્ટ્રવાદીએ કર્યો, પણ હું એમને ઓછો દોષ આપીશ કારણકે અમે ઇલેક્શન એમેની સાથે લડ્યા નહતા. ઉદ્ધવ ઠાકરે કૉંગ્રેસ- રાષ્ટ્રવાદી સાથે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે એમને રાષ્ટ્રવાદી તરફથી એક ઑફર આવી હતી, કે એમને સ્થિર સરકાર જોઈએ છે અને ત્યારે શરદ પવાર સાથે વાત થઈ હતી. ત્યાર બાદ જ નિર્ણય લેવાયો હતો પણ પછી વાતો કેવી રીતે બદલાઈ ગઈ એ બધા એ જોયું છે. એક ટીવી ચેનલ ના જાહેર કાર્યક્રમમાં વાત કરતા ફડણવીસે આ વાત કરી હતી. જેના જવાબમાં શરદ પવારે પણ કહી દીધું કે “દેવેન્દ્ર ફડણવીસ એક સુસંસ્કૃત અને સભ્ય વ્યક્તિ છે, અસત્ય નો આધાર લઈ તેઓ આવા વિધાન કરશે એમ લાગ્યું નહતું.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!