પડી ગયેલો મોબાઇલ લેવા જતા બાળકી સાતમા માળેથી પટકાઇ

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

વસઇમાં મોબાઇલ રમતી સાડા ત્રણ વર્ષની બાળકી સંતુલન ગુમાવીને સાતમા માળેથી પટકાતા તેનું મૃત્યુ થયું હોવાના આંચકાજનક સમાચાર જાણવા મળ્યા છે. વસઇ વેસ્ટના અગ્રવાલ કોમ્પ્લેક્સમાં માતા-પિતા, મોટી બહેન સાથે રહેતી શ્રેયાના પિતા ધંધાર્થે સિંગાપોરમાં છે. શ્રેયાના મમ્મી શુક્રવારે સવારે તેમની મોટી દીકરીને સ્કૂલબસમાં મૂકવા ગયા હતા. શ્રેયા ત્યારે ઘરમાં સૂતી હતી. અચાનક તે જાગી ગઇ હતી અને મોબાઇલ સાથે રમવા માંડી હતી. મોબાઇલ પર રમતા રમતા તે બાલ્કનીમાં આવી ગઇ હતી. રમતા રમતા તેનો મોબાઇલ હાથમાંથી પડી ગયો હતો. મોબાઇલ લેવા માટે તે બાલ્કનીની રેલિંગ પર ચઢી હતી. સંતુલન ગુમાવતા તે સાતમા માળેથી નીચે પડી ગઇ હતી. પહેલા તે એર કંડિશનરના ડક્ટ પર પડી હતી અને પછી નીચે પટકાઇ હતી. ગંભીર ઇજાને કારણે તેનું તત્કાળ મૃત્યુ થયું હતું. પોલીસે આકસ્મિક મૃત્યુનો મામલો નોંધ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.