પુષ્પાના ગીત ‘ઓઓ અન્ટાવા’ પર આ છોકરીએ રોડ પર કર્યો ડાન્સ, જોવા માટે ઉમટી પડી ભીડ

ફિલ્મી ફંડા

પુષ્પા ફિલ્મની રિલીઝના લાંબા સમય બાદ પણ આ ફિલ્મના ડાયલોગ્સ અને ગીતોનો ક્રેઝ ઓછો થયો નથી. લોકો આજે પણ આ ગીત પર ધમાકેદાર ડાન્સ કરે છે. તેના તમામ ગીતો હિટ થયા છે અને લોકોની જીભ પર રમે છે. આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં લહેંગા પહેરેલી છોકરી ખુલ્લા વાળમાં રસ્તા પર ડાન્સ કરવા લાગે છે. તે પુષ્પાના ગીત ‘ઓ અન્ટાવા’ પર ડાન્સ કરતી જોવા મળે છે જે અલ્લુ અર્જુન અને સામંથા રૂથ પર ફિલ્માવવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Vasu (@devasuu0)


વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે યુવતી જોશમાં ડાન્સ કરી રહી છે. તેનો ડાન્સ જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા છે. બાળકો, વૃદ્ધો, યુવાનો અને મહિલાઓ તમામ ડાન્સની ખૂબ જ મજા લેતા જોવા મળે છે. યુવતીની એનર્જી જોઈને લોકો પણ નાચવા લાગે છે. આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે અને અત્યાર સુધીમાં આ વીડિયોને 9 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.