Homeઆપણું ગુજરાતકચ્છના રણ ખાતે ૭થી ૯ ફેબ્રુઆરીએ પ્રથમ ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપ મિટિંગ યોજાશે

કચ્છના રણ ખાતે ૭થી ૯ ફેબ્રુઆરીએ પ્રથમ ટૂરિઝમ વર્કિંગ ગ્રૂપ મિટિંગ યોજાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત તેનો બીજો જી-૨૦ કાર્યક્રમ, પ્રથમ ટુરિઝમ વર્કિંગ ગ્રૂપ મિટિંગની યજમાની કરવા માટે તૈયાર છે. આ મિટિંગ ૭થી ૯ ફેબ્રુઆરી, ૨૦૨૩ દરમિયાન કચ્છના રણ ખાતે યોજવામાં આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી કચ્છનું રણ વૈશ્ર્વિક પ્રવાસન સ્થળ બન્યું છે. ભૂપેન્દ્ર પટેલ કચ્છને એક સમૃદ્ધ પ્રવાસન અર્થતંત્ર બનાવવાના તેમના વારસાને આગળ ધપાવી રહ્યા છે. આ પ્રયાસોને કારણે, કચ્છે તેના વાયબ્રન્ટ પ્રવાસન અર્થતંત્ર અને સમૃદ્ધ સંસ્કૃતિ, કલા અને પરંપરાને કારણે વૈશ્ર્વિક પ્રવાસન નકશા પર એક છાપ ઊભી કરી છે.
ટીબલ્યુજી હેઠળ વધુ બે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ૭ ફેબ્રુઆરીના રોજ આયોજિત સાઇડ ઇવેન્ટ-૧ સમુદાયોના સશક્તિકરણ માટે ગ્રામ્ય પ્રવાસન અને ગરીબી નાબૂદી પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ કાર્યક્રમમાં માનનીય કેન્દ્રીય પ્રવાસન પ્રધાન જી. કિશન રેડ્ડી ઉપસ્થિત રહેશે. યૂનેસ્કોના ટુરિઝમ માર્કેટ ઇન્ટેલિજન્સ અને કોમ્પિટીટીવનેસના વડા સુશ્રી સાંદ્રા કારવાઓ આ કાર્યક્રમમાં પોતાનો અનુભવ અને જ્ઞાન શેર કરશે. યુએન ડબલ્યુ ટીઓ દ્વારા ‘પ્રવાસન નીતિ ગ્રામીણ વિકાસમાં પ્રવાસનના યોગદાનને કેવી રીતે સમર્થન આપી શકે’ તે વિષય પર એક પેનલ ડિસ્કશન કરશે. વક્તાઓમાં ઇન્ડોનેશિયા, ઇટલી, સાઉથ આફ્રિકા, સ્પેન, જાપાન, સાઉદી અરેબિયા અને આર્જેન્ટિનાના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. ૭ ફેબ્રુઆરીના રોજ કચ્છમાં પધારેલા પ્રતિનિધિઓને કચ્છના સફેદ રણની મુલાકાત લેવાનો મોકો મળશે.
ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી પ્રધાન પુરુષોત્તમ રૂપાલા ૮ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ ટુરિઝમ વર્કિંગ ગ્રૂપની મિટિંગનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ ૫ મુખ્ય મુદ્દાઓ પર વર્કિંગ સેશન્સ યોજાશે. ૯ ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ અને અન્ય પાર્ટિસિપન્ટ્સ કચ્છના સફેદ રણ ખાતે આયોજિત યોગ સેશનમાં હિસ્સો લેશે. ત્યારબાદ તેઓ હડપ્પન સંસ્કૃતિની યુનેસ્કો હેરિટેજ સાઇટ ધોળાવીરાની પણ મુલાકાત લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular