બોલીવૂડના પ્રેન્કસ્ટર, એવો પહેલો અભિનેતા જેની પાસે છે પોતાનું પ્રાઇવેટ જેટ, જે કોલેજકાળમાં હતો ડોન જેને કારણે તેને જવું પડ્યું જેલમાં… આતા માઝી સટકલી ગીતથી નાના બાળકોનો પણ ફેવરેટ એવા સિંઘમ અજય દેવગણને happy birthday. અજય દેવગણનો જન્મ 2જી એપ્રિલ 1969માં દિલ્લીમાં એક પંજાબી પરિવારમાં થયો હતો. તેના પિતા વિરુ દેવગણ સ્ટન્ટમેન હતાં એ તો આપણે બધા જ જાણીએ છીએ. પણ તેને એક ભાઇ પણ છે અનિલ દેવગણ જે પોતે પણ એક ફિલ્મ મેકર છે. અજય દેવગણનું સાચું નામ અજય નહીં પણ વિશાલ છે જોકે 1991માં આવેલી તેની ફિલ્મ ફૂલ ઔર કાંટે વખતે તેણે પોતાનું નામ બદલીને અજય રાખ્યું હતું કારણ કે એ સમયે ઇન્ડસ્ટ્રીમાં વિશાલના નામે ઘણાં અભિનેતા લોન્ચ થઇ રહ્યાં હતાં. તેણે તો તેની સરનેમમાંથી ‘એ’ પણ કઢાવી નાંખ્યો છે. લોકો માને છે કે તેની પહેલી ફિલ્મ ફૂલ ઐર કાંટે છે પણ તેણે તો 1995માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે પ્યારી બહેના ફિલ્મથી બોલીવૂડમાં પદાર્પણ કર્યુ હતું.
મુંબઇના મિઠીબાઇ કોલેજમાં અભ્યાસ કરતી વખતે અજય દેવગણને બે વાર જેલમાં જવું પડ્યું હતું. એક ઇન્ટર્વ્યુમાં તેણે જણાવ્યું હતું કે કોલેજ કાળમાં તે ડોન હતો, તેણે પરવાનગી વગર પિતાની બંદૂક પણ પોતાની પાસે રાખી હતી. કોલેજ દરમિયાન જ તે બે વાર જેલમાં જઇ આવ્યો છે. અજય બોલીવૂડનો પહેલો એવો એક્ટર છે જેની પાસે પોતાનું પ્રાઇવેટ જેટ છે જેનો ઉપયોગ તે તેના પર્સનલ અને પ્રોફેશનલ કામ માટે કરે છે. વાત પ્રેમ અને વિવાહની હોય તો કાજોલ ક્યારેય તેની પહેલી પસંદ નહતી. ફિલ્મી પંડિતોના કહેવા મુજબ 90ના દાયકામાં અજય અને કરિશ્મા કપૂર જીગર નામની ફિલ્મનું શુટિંગ કરી રહ્યો હતો તે સમયે બંને વચ્ચે પ્રેમ પાગર્યો હતો. જોકે આ સંબંધ લાંબો ટકી ના શક્યો. ત્યાર બાદ તે કાજોલના પ્રેમમાં પડ્યો અને તેની સાથે લગ્ન કર્યા. અજય દેવગણ દર્શકોને રીલ લાઇફમાં જેટલો સિરિયસ લાગે છે તેટલો તે રિયલ લાઇફમાં નથી બોલીવુડમાં તો તે પ્રેન્કસ્ટર તરીકે ઓળખાય છે