બોલીવુડ અને બોલીવુડના કલાકારો તેમની પર્સનલ અનેપ્રોફેશનલ લાઇફને કારણે અવાર-નવાર ચર્ચામાં રહે છે. કોઇના લગ્ન તો કોઇના ડિવોર્સ તો કોઇની લવ લાઇફ ફેન્સ માટે તેમના મનગમતા કલાકારનું અંગત જીવન પણ ખૂબ મહત્વનું બની જાય છે. જોકે આ વાત કોઇ બોલીવુડ કલાકરની નહીં પણ તેના પિતાની છે. બોલીવુડની એક સુપ્રસિદ્ધ અભિનેત્રીના પિતાએ હાલમાં જ એક ઇન્ટર્વ્યુ દરમિયાન ખૂલાસો કર્યો હતો કે તેમણે પોતાની પિતરાઇ બહેન સાથે જ લગ્ન કર્યા છે. એક મીડીયા રિપોર્ટ અનુસાર આ જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણેના પિતા પ્રકાશ પદુકોણેની છે.
દીપિકા પાદુકોણે તથા રણવીર સિંગ બોલીવુડના લોકપ્રિય યુગલમાંથી એક છે.
આ બંને બોલીવુડમાં આદર્શ યુગલ તરીકે જાણીતા છે. જોકે હવે એક વાયરલ વિડિયોને કારણે આ બંનેના સંબંધોમાં તિરાડ પડી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ વિડીયો એક કાર્યક્રમનો છે. દિપિકા-રણવીર સાથે દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ પણ આ કાર્યક્રમમાં હાજર હતા. દીપિકા અને રણવીરના સંબંધોની વાત થઇ રહી હતી દરમિયાન પ્રકાશ પાદુકોણ અંગે એક નવી માહિતી સામે આવી છે. દીપિકા અને રણવીર વચ્ચે કોઇ પ્રોબ્લેમ ચાલી રહી છે તેની ચર્ચા સોશિયલ મીડિયા પર આડે દિવસે થઇ રહી છે. દરમિયાનમાં હવે દીપિકાના પિતાના લગ્ન જીવન અંગે જોરદાર ચર્ચા શરુ થઇ ગઇ છે. થોડા દિવસ પહેલાં આપેલા એક ઇન્ટર્વ્યુમાં પ્રકાશ પાદુકોણે તેમના લગ્ન બાબતે એક આઘાતજનક ખૂલાસો કર્યો હતો. જે સાંભળતા બધાને જ આંચકો લાગ્યો હતો.
દીપિકાના પિતાએ એક ઇન્ટર્વ્યુમાં તેમના લગ્ન જીવન વિશે વાત કરતાં કહ્યું કે, ‘મને યાદ છે કે હું નેશનલ ટુર્નામેન્ટ રમ્યો હતો, નવ વર્ષમાં પહેલીવાર હું કોઇ ટુર્નામેન્ટ હાર્યો હતો. એ વખતે હું બહુ જ દુખી થઇ ગયો હતો. આ એ જ પ્રસંગ હતો જેના પછી હું લગ્ન બંધનમાં બંધાયો.’
‘મેં મારી પિતરાઇ બહેન ઉજ્વલા સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ અમે કોપેનહેગન જતાં રહ્યાં. કારણ કે મને ત્યાં જ નોકરી મળી હતી. 1986 એટલે કે દીપિકાનો જન્મ થયો ત્યાં સુધી અમે ત્યાં જ રહ્યાં.’ આ વાત જાણીને બધાને જ આઘાત લાગ્યો છે. દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ એ ભારતના નામાંકિત બેડમિન્ટન ખેલાડી છે.