તસવીરની આરપાર -ભાટી એન.

પાણીનો પ્રશ્ર્ન ઉનાળામાં અવ્વલ ક્રમે હોય! સરકાર કે રાજા મહારાજા પ્રજાના પાણી પ્રશ્ર્ને સેન્સિટિવિટી રાખીને આગોતરૂ કે કાયમી આયોજન કરતા અગાઉના સમયમાં આટલી અત્યાધુનિકતા ન હોવાના કારણે રાજા કે બાદશાહ વાવ-તળાવ બનાવતા તેમાં અલૌકિક બેનમૂન કલા કોતરણી કરાવતા, તેમાં વિવિધતાસભર વાવમાં ગુજરાતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ ચાંપાનેરની લબ્ધ- પ્રતિષ્ઠિત નયનરમ્ય “હેલિક્લ વાવ પંચ મહાલ જિલ્લામાં આવેલ છે. આ પૌરાણિક ઐતિહાસિક અવિસ્મરણીય ‘હેલિક્લ વાવ’ સ્ટેપ વાવ છે. ચાંપાનેરના ઇતિહાસકાર ઘનશ્યામ જોષી વાવનો ઇતિહાસ આપતા જણાવેલ કે ગુજરાતમાં ૩૦૦ જેટલી આમ તો વાવો આવેલ છે. વાવમાં નાળ, કુવો, કુંટ, ચોકી, પગથિયા, ગવાંસ હોય છે. છીટ હડપ્પાને મોહનજો દડોના સમયથી માંડી ૧૯મી સદી સુધીમાં આપણે ત્યાં વાવ-કુવા-તળાવ-કુંડ જેવા સ્થાપત્યોનું પાણીના સંગ્રહ માટે વ્યાપક પ્રમાણમાં નિર્માણ થવા પામ્યું છે. ચાંપાનેરની ‘હેલિક્લ વાવ’ સુલતાનના સમયમાં જયારે ચાંપાનેર ગુજરાતનું પાટનગર બનવાનું બહુમાન ધરાવતું હતું. ત્યારે લગભગ ૧૬મી સદીની શરૂઆતમાં ઇંટ, પથ્થર અને ચુનાથી બનેલી આ વાવ ચાંપાનેરના વિવિધ સ્થાપત્ય શૈલીથી રચાયેલા સ્મારકોમાં અગ્રણીય પંક્તિમાં મૂકી શકાય. આ વાવ દીવાલને સાંકળીને ગોળ ગોળ સીડીરૂપે રચાયેલા પગથિયા ઠેઠ તળિયા સુધી જાય છે. નેવુંથી બાણું પગથિયા ઊતરીને તળિયા સુધી પહોંચી શકાય છે. ડ્રોન કૅમેરાના માધ્યમથી કૅમેરાને સેન્ટર પોઇન્ટે રાખી આખી વાવને ગોળાકાર પગથિયા બતાવેલ છે, લીલાછમ બગીચામાં આવેલ આ વાવ શિવલિંગ કે તાળાની વચ્ચેનો ભાગ જેવું દૃશ્ય નિહાળવા મળે છે. ચાંપાનેરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજના લિસ્ટમાં સામેલ છે. ચાંપાનેર-પાવાગઢમાં હેલિક્લ વાવને અન્ય ૧૧૪ જેટલા નિર્ધારિત સ્મારકોની શૃંખલા નિહાળવા
ચોક્કસ પધારો.

Google search engine