Homeઆપણું ગુજરાતઆત્મહત્યા કે હત્યા? SDMની હત્યા થઇ હોવાની પરિવારને શંકા, કોંગ્રેસે કરી નિષ્પક્ષ...

આત્મહત્યા કે હત્યા? SDMની હત્યા થઇ હોવાની પરિવારને શંકા, કોંગ્રેસે કરી નિષ્પક્ષ તપાસની માંગ

અમદાવાદ-સાણંદના ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારી(SDM) રાજેન્દ્ર પટેલના મૃત્યુના સમાચારથી શોકની લાગણી પ્રસરી ગઈ છે ત્યારે તેમણે આત્મહત્યા કરી છે કે તેમની હત્યા થઇ છે એ અંગે રહસ્ય ઉભું થયું છે. તેમના પરિવારજનોએ આ આત્મહત્યા નહિ પરંતુ હત્યા છે તેવો આક્ષેપ કર્યો છે. હાલ પોલીસે અકસ્માતે મોત નોંધીને તપાસ શરૂ કરી છે. સાણંદ સિવિલમાં તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે જેનો રીપોર્ટ આવ્યા બાદ વધુ માહિતી જાણવા મળશે..
આજે સવારે સાણંદના નિર્મિત ફ્લોરા સોસાયટીના પ્રાંગણમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પાંચમા માળેથી કુદી તેમણે આત્મહત્યા કરી હોવાની માહિતી સ્થાનિક લોકોએ પોલીસને આપી હતી. તેઓ 15 દિવસ અગાઉ જ અહીં રહેવા આવ્યા હતા. મોડી રાત્રે 3 વાગ્યે સરકારી પ્રેસમાં બેલેટની કામગીરી પૂર્ણ કરીને વહેલી સવારે તેઓ ઘરે આવ્યા હતા. તેઓ ડિપ્રેશનમાં હતા એવું પણ ચર્ચાઈ રહ્યું છે. જ્યારે તેમના પરિવારનો આક્ષેપ છે કે આ આપઘાત નથી પરંતુ હત્યા છે.
મૃતક રાજેન્દ્ર પટેલના ભાઈએ જણાવ્યું હતું કે કે રાજેન્દ્રભાઈ આત્મહત્યા કરે તેવી વ્યક્તિ જ ન હતા. તેઓ જરા પણ ડિપ્રેશનમાં ન હતા અને માતાજીના ઉપાસક હતા. સવારે સાત વાગે તેઓ કામ પરથી ઘરે આવ્યા. 9 વાગે ડ્રાઇવરને ફોન કર્યો હતો કે તું મને લઈ જા અને સાડા નવ વાગે મૃત્યુના સમાચાર આવે છે. આ આત્મહત્યા નથી બીજુ કોઈ કારણ હોઈ શકે. અમારા માટે આ વિસ્તાર નવો છે એટલે અમને વધુ ખબર નથી. અહીં તેઓ એકલા રહેતા હતા. ન્યાયિક અને તટસ્થ તપાસ થવી જોઈએ.
ગુજરાત કોંગ્રેસે પણ SDM રાજેન્દ્ર પટેલના આપઘાત પર શોક વ્યક્ત કરતા નિષ્પક્ષ તપાસની માંગ આકરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular