સાંપ્રત -દીપ્તિ ધરોડ

આપણે અવારનવાર એન્જિનિયરિંગ અને એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ તેમ જ તેમની કાબેલિયતને વ્યક્ત કરતા જોક્સ વગેરે સાંભળતા અને વાંચતા જ આવીએ છીએ. આ ઉપરાંત અમુક વૈજ્ઞાનિક પ્રયોગો એવા હોય છે કે જે લોકોને સ્તબ્ધ અને આશ્ર્ચર્યચકિત કરી દે છે અને આમાંથી કેટલાક પ્રયોગો તો એવા હોય છે કે તે જોઈને લોકોનાં મોઢાં ખુલ્લાં જ રહી જાય છે. આજે આપણે અહીં આવા જ એક પ્રયોગ વિશે વાત કરીશું. એલન પેન નામના એન્જિનિયરે એક એવી કરામત કરી બતાવી છે કે જેના વિશે કોઈ વિચારી પણ ન શકે?
આ આખી ઘટનાનો તેણે વીડિયો પણ શેર કર્યો છે. જુઓ એક સાપ કેવી રીતે ચાર પગ પર ચાલે છે? વીડિયો પોસ્ટ કરતી વખતે તેમણે લખ્યું હતું કે ‘સાપને તેના પગ પાછા આપવામાં આવ્યા છે.’ ક્લિપ આ વાતની સાથે શરૂ થાય છે કે કેવી રીતે સાપને તેના પગ મળ્યા? નેશનલ જ્યોગ્રાફિકના એક અહેવાલ મુજબ અંગોની વૃદ્ધિ નિશ્ર્ચિત કરનાર જનીન સરિસૃપોમાં આજે પણ અસ્તિત્વ ધરાવે છે.
આ વીડિયોમાં તે પગવાળાં અન્ય જળચર પ્રાણીઓ વિશે વાત કરે છે અને તે પણ સમજાવે છે કે સાપના પગ માટેની પ્રારંભિક ડિઝાઇન માટેની પ્રેરણા તેને ક્યાંથી મળી? તે પહેલાં રફ ડિઝાઇન સાથે આવે છે અને તેને ચકાસવા માટે સ્ટફ્ડ સાપ રમકડાનો ઉપયોગ કરે છે. જ્યારે તે નિષ્ફળ જાય છે, ત્યારે નિરાશ થવાને બદલે તે બીજી ડિઝાઇન સાથે આવે છે અને તેને ‘સ્નેક લેગ્સ ૨.૦’ કહે છે. તેની ડિઝાઇન પરફેક્ટ છે કે નહીં તેની ખાતરી કરવા માટે તે પેટ સ્ટોરની મુલાકાત પણ લે છે અને જુએ છે કે પગવાળા સરિસૃપ કેવી રીતે ચાલે છે. વિઝ્યુઅલ ડેટાની મદદથી, તે પછી સપોર્ટેબલ ડિઝાઇન સાથે આવે છે. ત્યાર બાદ વીડિયોમાં એક સાપ રોબોટિક એક્સોસ્કેલેટનનો ઉપયોગ કરી રહ્યો છે.
આ વીડિયો થોડા દિવસ પહેલાં જ પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર થયા પછી ક્લિપને ૨.૬ મિલિયનથી વધુ વ્યુઝ મળી ગયા હતા અને આ સંખ્યા ઝડપથી વધી રહી છે. આ વીડિયો શેરે કરીને લોકોને જુદી જુદી કોમેન્ટ્સ પોસ્ટ કરવા માટે પણ પ્રેરિત કર્યા છે. યુટ્યુબ પણ પ્રતિક્રિયા શેર કરવા માટે જોડાયું. તેણે લખ્યું, ‘આખરે કોઈ સાપને તેમના પગ પાછા આપવા માટે પૂરતી કાળજી લે છે.’
એક યુટ્યુબ વપરાશકર્તાએ મજાકમાં કહ્યું, ‘સાપનું રૂપાંતર કરવાની પ્રારંભિક અનિચ્છા માત્ર તાર્કિક છે. પોતાની જાતનું સૌથી શક્તિશાળી સંસ્કરણ બનતાં પહેલાં હંમેશાં અનિશ્ર્ચિતતાની ક્ષણ હોય છે.’ બીજાએ પોસ્ટ કર્યું હતું કે ‘તે ખરેખર ખૂબ જ સુંદર છે.’ જ્યારે ત્રીજાએ શેર કર્યું, ‘ખૂબ જ સરસ પ્રોજેક્ટ! તે સાપને જીવનકાળનો અનુભવ થઈ રહ્યો છે!’

Google search engine