EDએ નેશનલ હેરાલ્ડ ઓફિસને સીલ કરી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બુધવારે નવી દિલ્હીમાં નેશનલ હેરાલ્ડ અખબારના કાર્યાલયને સીલ કરી દીધું હતું અને એજન્સીની પૂર્વ પરવાનગી વિના આ કાર્યાલયને નહીં ખોલવાની કડક સૂચના આપી હતી. નેશનલ હેરાલ્ડ કેસના સંબંધમાં EDએ તેના તાજેતરના દરોડા દરમિયાન ગુનાહિત દસ્તાવેજો મેળવ્યા હોવાનું સૂત્રોએ જાહેર કર્યું હતું. ત્યાર બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.
કેન્દ્રીય એજન્સીએ મંગળવારે 2 ઓગસ્ટના રોજ મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે દિલ્હીના હેરાલ્ડ હાઉસ, નેશનલ હેરાલ્ડ અખબારની મુખ્ય કચેરી અને અન્ય 11 સ્થળોએ દરોડા પાડ્યા હતા. ઇડીનો હેતુ મની લોન્ડરિંગનું પગેરું મેળવવાનો અને વધારાના પુરાવા એકત્ર કરવાનો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર નેશનલ હેરાલ્ડના કેટલાક કર્મચારીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. આ ઉપરાંત ડિજિટલ ઉપકરણો પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
ઇડી હવે કૉંગ્રેસ હેડ ક્વાર્ટર્સ અને 10 જનપથ ખાતે પણ પહોંચી શકે છે.
EDની કાર્યવાહી દરમિયાન, કોંગ્રેસના ઘણા કાર્યકરો બહાદુર શાહ ઝફર માર્ગ પર હેરાલ્ડ હાઉસની બહાર એકઠા થયા હતા અને ‘ ED હૈ, હૈ!’ ના નારા લગાવ્યા હતા. તેમના હાથમાં પ્લેકાર્ડ હતું જેમાં લખ્યું હતું કે ‘ નેશનલ હેરાલ્ડ કેસ તો બસ એક બહાના હૈ, મોદી સરકાર કી વિફલતાઓં કો છુપાના હૈ (નેશનલ હેરાલ્ડ કેસ માત્ર એક બહાનું છે, અસલી હેતુ મોદી સરકારની નિષ્ફળતાઓને છુપાવવાનો છે)’.
EDએ નેશનલ હેરાલ્ડની ઑફિસને સીલ કર્યા પછી, રાષ્ટ્રીય રાજધાનીમાં AICC મુખ્યાલયની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

1 thought on “EDએ નેશનલ હેરાલ્ડ ઓફિસને સીલ કરી

vasant Joshi ને પ્રતિશાદ આપો જવાબ રદ કરો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.