અટકળોનો અંત: રાજકારણમાં નહીં જોડાય નરેશ પટેલ, ખોડલધામના પ્રોજેક્ટને આગળ વધારશે

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

પાટીદાર સમાજના આગેવાન અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં જોડવા અંગેની અટકળોનો અંત લાવતા આજે તેમણે કાગવડ ખાતેથી જાહેરાત કરી છે કે તેઓ રાજકારણમાં નહીં જોડાય, ખોડલધામના પ્રોજેક્ટને આગળ વધારશે. આ સાથે નરેશ પટેલે એ પણ જાહેરાત કરી હતી કે આજથી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખાતે તમામ સમાજના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ આપવમાં આવશે.

પત્રકાર પરિષદને સંબોધતા નરેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના તમામ સમાજના લોકોને અને મા ખોડલધામને મારા પ્રણામ, રાજકરણમાં પ્રવેશ કરવાનો વિચાર મને કોરોનાકાળમાં આવ્યો હતો. એ સમયે મેં સરદાર સાહેબને ખૂબ વાંચ્યા અને મને વિચાર આવ્યો કે રાજકારણમાં પ્રવેશ કરીએ. માટે આ વિચાર મેં સમાજ પાસે મૂક્યો હતો. સમાજમાં થયેલા સર્વે અનુસાર ૫૦ ટકા યુવાનો અને ૮૦ ટકા મહિલાઓ એવું ઈચ્છે કે મારે રાજકારણમાં જોડાવું જોઈએ પણ વડીલોનું માનવું એવું છે કે મારે પોલિટિક્સમાં જોડાવવું ન જોઈએ. માટે રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય હાલપૂરતો જ મોકૂફ રાખું છે.

ઘણા લાંબા સમયથી નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં અને જોડાશે તો કઈ પાર્ટીમાં જોડાશે એ વિષે અટકળો ચાલી રહી હતી. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ નરેશ પટેલને પોતાના પક્ષમાં સમાવવા પૂરતા પ્રયત્નો કર્યા હતા. નરેશ પટેલે ૨૭મી ફેબ્રુઆરીએ પ્રથમ વખત રાજકારણની વાત કરી હતી. ત્યારબાદ તેમના નિર્ણય અંગે એક બાદ એક તારીખ પડતી રહી. ત્યારે આજે આ રાજકીય અટકળોનો અંત આવ્યો છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.