Homeદેશ વિદેશરાતોરાત રઘુ બની ગયો સ્ટાર...

રાતોરાત રઘુ બની ગયો સ્ટાર…

ઓસ્કાર 2023માં ફિલ્મ RRRના ગીત ‘નાટૂ નાટૂ’એ બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ તેમજ બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસ્પર્સ‘એ એવોર્ડ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે અને આ સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે. બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર મેળવ્યા બાદ લોકો ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસ્પર્સ’ વિશે ખૂબ જ ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે.
હાથી અને મહાવતના સંબંધ પર આધારિત આ ફિલ્મમાં જોવા મળેલા હાથીને જોવા માટે લોકો દૂર દૂરથી થેપ્પાકડુ એલિફન્ટ કેમ્પમાં પહોંચી રહ્યા છે. લોકો ઓસ્કાર વિજેતા ફિલ્મનો હાથી કેવો દેખાય છે એ જોવા માટે દૂર દૂરથી આવી રહ્યા છે.
સ્થાનિક નાગરિકોની સાથે સાથે વિદેશી નાગરિકોm રઘુ હાથીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. લંડનથી આવેલા એક ટુરિસ્ટે જણાવ્યું હતું કે, ગઈકાલે આ ફિલ્મે ઓસ્કાર એવોર્ડ જીત્યો છે અને હાથી e મારું મનપસંદ પ્રાણી છે. મને તેને જોઈને ખૂબ જ આનંદ થયો હતો અને અમને ખૂબ મજા આવી. હું ખૂબ નસીબદાર છું કે હું તેને જોઈ શક્યો.’
નિર્માતા ગુનીત મોંગા અને નિર્દેશક કાર્તિકી ગોન્સાલ્વિસની ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસ્પર્સ’ને બનાવવામાં લગભગ 5 વર્ષ લાગ્યા હતા અને આ ફિલ્મ 41 મિનિટની છે. ધ એલિફન્ટ વ્હિસ્પર્સની કહાની બે દક્ષિણ ભારતીય ગામડાના આદિવાસીઓ બામન અને બેઈલી અને એક બાળ હાથી રઘુની આસપાસ ફરે છે.
આ દંપતી હાથી રઘુની સંભાળ રાખે છે અને પોતાનું આખું જીવન અનાથ હાથીને જીવતો રાખવા માટે સમર્પિત કરી દે છે. આ ડોક્યુમેન્ટ્રીમાં રઘુની રિકવરી અને સર્વાઈવલની સફર દર્શાવવામાં આવી છે. આ ફિલ્મમાં આ કપલ અને રઘુ વચ્ચેના પ્રેમ અને બોન્ડની સુંદર કહાની બતાવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular