Homeટોપ ન્યૂઝ‘ડોક્ટરે સત્યેન્દ્ર જૈનને મસાજ કરાવવા માટે કહ્યું છે’, મનીષ સિસોદિયાએ કર્યો બચાવ

‘ડોક્ટરે સત્યેન્દ્ર જૈનને મસાજ કરાવવા માટે કહ્યું છે’, મનીષ સિસોદિયાએ કર્યો બચાવ

દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી AAP નેતા સત્યેન્દ્ર જૈનના જેલમાં મસાજ મુદ્દે વાત કરતા ભાજપ પર હલકી રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, સત્યેન્દ્ર જૈન છેલ્લા 6 મહિનાથી જેલમાં છે. આ સમયગાળા દરમિયાન તેઓ જેલમાં પડી ગયા હતા જેના કારણે તેમની કરોડરજ્જુમાં ઈજા થઈ હતી અને સર્જરી પણ કરવામાં આવી હતી.

“>

હોસ્પિટલના કેટલાક કાગળો બતાવતા મનીષ સિસોદિયાએ દાવો કર્યો કે ડોક્ટરોએ સત્યેન્દ્ર જૈન માટે લખીને આપ્યું છે કે તેમને ફિઝિયોથેરાપીની જરૂર છે, જેના કારણે તેઓ મસાજ કરાવી રહ્યા છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા વિડિયો પર રોષ વ્યક્ત કરતા મનીષ સિસોદિયાએ કહ્યું કે, કોઈપણ બીમાર વ્યક્તિને જેલમાં આવી જરૂર પડી શકે છે અને ભાજપ આવો વીડિયો જાહેર કરીને તેમની બીમારીની મજાક ઉડાવી રહી છે. બીજેપી સસ્તી રાજનીતિ કરી રહી છે, તુચ્છતા પર ઉતરી આવી છે.

“>

મનીષ સિસોદિયાએ સત્યેન્દ્ર જૈનના બચાવમાં કહ્યું કે તેમને ખોટી રીતે જેલમાં રાખવામાં આવ્યા છે અને હવે તેમનો વીડિયો જાહેર કરવામાં આવી રહ્યો છે. તેઓ (ભાજપ) જાણે છે કે તેઓ MCD ચૂંટણી હારી રહ્યા છે. ગુજરાત ચૂંટણી હારી રહ્યા છે, તેથી જ તેઓ આ તુચ્છતા પર ઉતરી આવ્યા છે. ભાજપ વ્યક્તિની બીમારીની મજાક ઉડાવીને ચૂંટણી જીતવા માંગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular