ગુજરાતનો જલિયાંવાલા કાંડ -પ્રફુલ શાહ
(૧૩)
ભારે હકીકતમાં તો રાજમહેલ નજીક ભીડ ભેગી થાય અને એ પણ આંદોલનકારીઓની એ બહુ મોટી અને અસાધારણ ઘટના હતી. આમ તો આવી વાત મેવાડના મહારાણા ફતેહસિંહ સુધી પહોંચ્યા વગર ન રહે, પરંતુ વાત કોણ પહોંચાડે છે એના પર આધાર છે કે એ ક્યા સ્વરૂપે પહોંચે છે. સ્વાભાવિક છે કે મહારાણાની આસપાસ સ્થાપિત હિતો કે એમના મળતિયા હોવાના જ.
એક તરફ ક્રાંતિના બીજ રોપાવા માંડ્યા હતા પણ એને વિકૃત સ્વરૂપ આપવાની ચેષ્ટા થવા માંડી હતી. મહારાણાને કહેવાયું કે મેવાડના ગામના ઉતાર જેવા કેટલાંક બદમાશ અને નકામા માણસોની ભીડ ભેગી થઈ રહી છે. આ નવરાઓ આમ પ્રજાને ભરમાવી અને ઉશ્કેરી રહ્યાં છે અને બળવો કરવા માટે વિવશ કરી રહ્યાં છે.
કોઈ પણ શાસક માટે આટલું પર્યાપ્ત હોય. એ તરત જ તોરતુમાખી સાથે દેખાવકારોને યેનકેન પ્રકારેણ તગેડી મૂકવાનો આદેશ આપી દે. પરંતુ મહારાણા સમજુ, શાંત, બુદ્ધિમાન અને દૂરદેશીવાળા આ માત્ર કાનોકાન સાંભળેલી વાતો પર તરત પૂરેપૂરો વિશ્ર્વાસ મૂકવાને બદલે તેમણે હકીકત જાણવાના પ્રયાસો કર્યા.
એક તરફ ગામેગામથી ખેડૂતો આંદોલન છાવણીમાં ઠલવાઈ રહ્યાં હતા. એ બધા ગામડેના પંચ પ્રતિનિધિ પોતાની સમસ્યા, અન્યાય અને તકલીફોનું લેખિત વિવરણ મોતીરામ જેજાવતને આપી રહ્યાં હતા. આ આંદોલનની સફળતાની શરૂઆત હતી પણ એક-એક ગામની સમસ્યાઓની યાદી વાચવી ક્યારે અને કેવી રીતે? પાછો એમનું સંક્ષિપ્તિકરણ કરવું પડે. મહારાણા સમક્ષ ઢગલો થોડો ખડકી દેવાય? એ તો ક્યારેય વંચાય જ નહિ. જો વંચાય નહિ તો ખબર ન પડે અને તો એના ઉકેલની આશા કેવી રીતે રહે?
મોતીલાલ તેજાવતને થયું કે બધા ગામની સમસ્યા-અત્યાચાર-અન્યાયના સારરૂપે એક પુસ્તક લખ્યું હોય તો? એનો જ મુસદ્દો મહારાણાને સોંપી શકાય. તેજાવતે એકદમ ચોકસાઈ સાથે મેવાડના એક-એક પ્રાંતની પ્રજાને થતા અત્યાચાર, અન્યાય, યાદના અને તકલીફોની સવિસ્તાર પુરાવા સાથે યાદી બનાવી. લગભગ સો જેટલાં મુદ્દા થયા, જેમાં સ્થિતિનો ચિતાર મળી રહે.
એક તરફ ક્રૂર શાસન અને ભ્રષ્ટ-લંપટ અમલદારો સામે આંદોલનની અહાલેક જગાવી હોય. બીજી બાજુ જોરદાર સમર્થન મળતું હોય અને હજી મહારાણાને મળવાનો દિવસ નજીક આવતો હોય. કોઈ પણ માણસ ખૂબ તાણમાં હોય, પરંતુ આ ટેન્શન વચ્ચેય મોતીલાલ તેજાવતે પણ ત્રણ રાત સતત લખતા રહીને પુસ્તક ‘મેવાડ પુકાર’ની હસ્તલિપિ તૈયાર કરી. બધા સાથીઓ સમક્ષ એનું વાંચન કર્યું. સૌની મંજૂરીની મહોર મળ્યા બાદ એના પર કેટલાંક આગેવાનોના હસ્તાક્ષર કે અંગુઠાની છાપ લઈ લીધી. ન કોઈ કર્યાનું અભિમાન કે ન પોતે કંઈ છે એનું ગુમાન. સબકા સાષ સબ કા વિકાસ એ આનું નામ.
પુસ્તક ‘મેવાડ કી પુકાર’ના એકસો મુદ્દા પરથી ૨૧ સૂત્ર આવેદનપત્ર તૈયાર કરાયું કે જે મહારાણા સમક્ષ રજૂ કરાય. આ અથાગ પરિશ્રમ અને ગંભીરતા માગી લેતી કામગીરી ગણાય. આ મસમોટી ભીડમાં એકએક ભોળા કે નિર્દોષ ખેડૂત નહોતા. એમના વેશમાં કેટલાંક ભાંગફોડિયા તત્ત્વોય ઘૂસી ગયા હતા. અલબત્ત તેઓ કંઈ ભાંગફોડ કરી શકે એમ નહોતા પણ તેઓ અહીં જાગીરદારો-અમલ્દારોના કાન અને આંખ બનીને બેઠા હતા. તેઓ અહીંની રજેરજ માહિતી સામી છાવણીમાં પહોંચાડવાનો ગંદો ખેલ રમતા હતા.
ભોળી, અભણ અને નિર્દોષ પ્રજાના લોહી ચુસનારા અમલદારો અને જાગીરદારો ઈચ્છતા નહોતા કે પોતાના કાળા કરમ મહારાણા ફતેહસિંહ સુધી પહોંચે. સૌ જાણતા હતા કે મહારાણાના પ્રતિભાવ કેવા આવી શકે? એક શાસક તરીકે તેઓ અત્યંત કઠોર અને આકારા હતા. અન્યાયના આકાઓને હવે પોતાના જીવની ફિક્ટ થવા માંડી હતી. એકદમ જીવ પર આવીને ભ્રષ્ટાચારીઓ મરણીયા થઈ ગયા. ‘એકી’ આંદોલનમાં ફૂટ પડાવવાના પ્રયાસો કર્યો- અંદરોઅંદર ભડાકાવવાની ચેષ્ટા કરી. પરંતુ પોતાની વરસોથી ધરબી રાખેલી વેદનાને બહાર લાવવા તત્પર બનેલા માનવીઓને હવે મકસદ અને મોતીલાલ મળી ચુક્યા હતા એટલે કોઈ ‘ભાગલા કરો અને રાજ કરો’ની ઝેરી ચુંગાલમાં સપડાયા નહીં.
જ્યાં નકારા હોય ત્યાં શુભ તત્ત્વો હોવાના જ આંદોલનકારીઓને ભડકાવવાના અને ઓત્સાહ કરવાનારાઓ સામે કેટલાંક સંવેદનશીલ અને સમજુ માણસો ય હતા. તેઓ તેજાવત સહિતાના આંગેવાનોને પાંચ્ચ ચડાવતા કે આ આંદોલન મહારાણા વિરુદ્ધ નથી. પરંતુ એમના નામનો દુરુપયોગ કરીને અત્યાચાર આચરનારાઓ સામે છે. મહારાણા ફતેહસિંહની કોઈ ભૂલ નથી. આ આંદોલન જનહિતની સાથોસાથ રાજાહિતમાં ય છે એટલે જરાય નાસીપાસ થવાની જરૂર નથી.
‘એકી’ આંદોલન ફરતે તેજાવતની કર્તવ્ય પરાયણતા, નિ:સ્વાર્થપણા, પારદશેકના અને સેવાભાવે એકતાનું અભેદ્ય કવચ રહ્યું હતું એટલે એને તોડી શકવામાં સતત નિષ્ફળતાને લીધુ દુષ્ટ તત્ત્વો મહારાણા સુધી જાતજાતના જુઠ્ઠાણા પહોંચાડતા હતા. તેમણે મહારાણાના શુભચિંતક બનવાનો ઢોંગ કરીને સલાહ આપીને સલાહ આપી કે આપ સાંજે પહાર બહાર મારવા જવાનું રહેવા દો. ત્યાં ભેગા થયેલા લોકો ભાન ભૂલેલા લોકો છે અને કદાચ કોઈ આપની સાથે કંડક અજુગતુ કરી બેસ તો? ને મહારાણા ફતેહસિંહ સંધ્યા-લટાર પર જવાનું માંડી વાળ્યું. (ક્રમશ:)