સુશાંત સિંહ રાજપૂતનાં મોત અંગે ધીમે ધીમે ઉદ્વવ અને આદિત્ય ઠાકરે પર મુશ્કેલીઓ વધતી જાય છે આ મુદ્દે અગાઉ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે અને નીતેશ રાણે ટીકા કરતા હતા. એના પછી હવે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એ વાત જણાવીને તેમની મુશ્કેલીઓ વધારી છે, જેમાં તેમણે કહ્યું હતું કે દિશા સલિયનના મોત અંગે SIT દ્વારા ફરી તપાસ કરવામાં આવશે.
આ કેસની સાથે સાથે સુશાંત સિંહ રાજપૂતનાં કેસમાં પણ તાજેતરમાં સૌથી મોટો ઘટસ્ફોટ કરાયો છે. સુશાંતના પોસ્ટ મોર્ટમ કરનારી ટીમ પૈકીના એક સભ્યએ સ્ફોટક નિવેદન આપ્યું છે. રુપકુમાર કુમાર શાહે કહ્યું છે કે સુશાંતના ડેડબોડીને કૂપર હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે લઈ જવામાં આવ્યું હતું ત્યારે તેના ગળા પર બે ત્રણ ઇજાના નિશાન હતા. વાસ્તવમાં જો તેને ફાંસી લગાવી હોત તો તેના ગળા પર ઇજાનું એક નિશાન હોત પણ તેના ગળા પર બે-ત્રણ નિશાન હતા.
આ બાબતને નિશાન બનાવતા તેમણે કહ્યું હતું કે આ બાબત પરથી જ્યારે પરદો ઊઠશે ત્યારે મહારાષ્ટ્રનાં રાજકારણ (ઉદ્ધવ ઠાકરે કેમ્પ) માં ભૂકંપ આવશે એ નક્કી છે અને એ દિવસે તેમના પગ નીચેથી જમીન સરકી જશે તો નવાઈ નહિ થાય.
આ મુદ્દે રુપ કુમાર શાહે કહ્યું હતું કે હું સુશાંત સિંહની હત્યા કરવામાં આવી હતી નહીં કે આત્મહત્યા. હવે રુપકુમારના નિવેદન પછી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવવાનું સ્વાભાવિક છે અને આ વાતને અમરાવતીના વિધાનસભ્ય રવિ રાણાએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું
સુશાંત સિંહના મોતનું રહસ્ય ખૂલશે એ દિવસે તમારા પગ નીચેથી જમીન ખસી જશે: રવિ રાણા
RELATED ARTICLES