Homeટોપ ન્યૂઝજીએસટીનો વ્યાપ વિસ્તારાશે

જીએસટીનો વ્યાપ વિસ્તારાશે

* ગુજરાત, મહારાષ્ટ્ર દ્વારા બિઝનેસ અને પ્રોપર્ટી ડેટાનું શૅરિંગ
* ટૅક્સને લગતા ગુનાની કાર્યવાહી માટેની રકમની મર્યાદા વધારાઈ
* કઠોળનાં છોતરાં-ફોતરાં પર ટૅક્સ રદ કરાયો
* એસયુવીની વ્યાખ્યા સ્પષ્ટ કરાઈ

નવી દિલ્હી: સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટૅક્સીસ (સીબીડીટી)ના વડા વિવેક જોહરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યો ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (જીએસટી)નો વ્યાપ વિસ્તારવાની દિશામાં સક્રિય છે. ગુજરાતે બિઝનેસને પર્મેનન્ટ અકાઉન્ટ નંબર (પૅન) સાથે જોડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી છે, જ્યારે મહારાષ્ટ્ર પ્રોપર્ટી ટૅક્સ (મિલકત વેરા)ની માહિતી શૅર કરી રહ્યું છે. જીએસટીમાં નહિ નોંધાયેલા બિઝનેસને શોધવા મોટા પાયે કાર્યવાહી હાથ ધરાઇ છે. જીએસટીનો વ્યાપ વિસ્તારવાના પાઇલટ પ્રોજેક્ટમાં મધ્ય પ્રદેશની ડિસ્કોમ્સ સાથે ડેટા શૅરિંગ ચાલી રહ્યું છે.
અગાઉ જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેટલીક ત્રુટિઓને ગુના ન ગણવા અને કરચોરી બદલ કાર્યવાહી માટેની રકમ એક કરોડ રૂપિયાથી વધારીને બે કરોડ કરવા ઉપરાંત કઠોળના ફોતરાં-છોતરાંને કરમુક્ત કરવા અને એસયુવીની વ્યાખ્યા સ્પષ્ટ કરવા જેવા અનેક નિર્ણય લીધા હતા.
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે અમે હાલમાં કોઇ નવા કરવેરા નથી લાદ્યા.
ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (જીએસટી) સંબંધી ગુનામાં ફરિયાદ દાખલ કરીને પગલાં લેવા માટેની લઘુતમ રકમની મર્યાદા એક કરોડ રૂપિયાથી વધારીનેે બે કરોડ રૂપિયા કરવામાં આવી હોવાનું મહેસૂલ ખાતાના સચિવ સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે શનિવારે યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કઠોળના છોતરાં-ફોતરાં પરનો પાંચ ટકા ટૅક્સ રદ કરવાનો નિર્ણય લેવાયો હતો.
સમયની તંગીને કારણે કાઉન્સિલની મિટિંગના એજન્ડાના ૧૫ વિષયોમાંથી ફક્ત ૮ વિષયની ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા ન કરી શકાઈ હોય એવા વિષયોમાં જીએસટી એપેલેટ ટ્રિબ્યુનલ સ્થાપવાનો વિષય હતો. તે ઉપરાંત પાનમસાલા અને ગુટકાના ધંધામાં કરચોરી ડામવા માટે વિશિષ્ટ તંત્ર રચવાનો વિષય પણ ચર્ચાઈ શક્યો નહોતો.
બેઠકનાં અધ્યક્ષા અને કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે જીએસટી કાઉન્સિલની ૪૮મી બેઠકની કામગીરી વિશે જણાવ્યું હતું કે સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ (એસયુવી)ની વ્યાખ્યા અને એ કેટેગરીનાં વાહનો પર લાગુ ટૅક્સ વિશે સ્પષ્ટતાઓ કરવામાં આવી હતી.
અગાઉ, ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી નવેમ્બર દરમિયાન નૅટ ડિરેક્ટ ટૅક્સની આવક ૨૪ ટકા વધીને રૂ. ૮.૭૭ લાખ કરોડ થઈ હતી. આ રકમ વર્ષ ૨૦૨૨-૨૩ના એપ્રિલથી માર્ચના ડિરેક્ટ ટૅક્સ કલેક્શનના બજેટના અંદાજના ૬૧.૭૯ ટકા હતી. ૩૦ નવેમ્બરના ડિરેક્ટ ટૅક્સ કલેક્શન રૂ. ૮.૭૭ લાખ કરોડ એટલે કે ગયા વર્ષના એ જ સમયગાળાના નૅટ કલેક્શન કરતા ૨૪ ટકા વધુ હતું.
ચાલુ નાણાકીય વર્ષમાં ડિરેક્ટ ટૅક્સ કલેક્શન રૂ. ૧૪.૨૦ લાખ કરોડ અંદાજવામાં આવ્યો હતો, જે વર્ષ ૨૦૨૧-૨૨ના એ જ સમયગાળામાં કરવામાં આવેલા રૂ. ૧૪.૧૦ લાખ કરોડની સરખામણીએ વધુ હતું.
ટૅક્સ કલેક્શન દેશની આર્થિક પ્રવૃત્તિઓનો સૂચકાંક ગણાય છે. પહેલી એપ્રિલથી ૩૦ નવેમ્બર દરમિયાન રૂ. ૨.૧૫ લાખ કરોડનું રિફંડ આપવામાં આવ્યું હતું, જે ગયા વરસના એ જ સમયાગાળાની સરખામણીએ ૬૭ ટકા વધુ હતું. (એજન્સી)
———
ઓનલાઇન ગેમ્સ પર ૨૮ ટકા જીએસટી રહેશે
નવી દિલ્હી: ઓનલાઇન ગેમિંગ અને કેસિનો પર જીએસટી બાબતે કોન્રાડ સંગમાની અધ્યક્ષતાના ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ (જીઓએમ)નો અહેવાલ સુપરત ન કરાયો હોવાથી જીએસટી કાઉન્સિલની બેઠકમાં એ બાબતે ચર્ચા કરાઈ નહોતી, પરંતુ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટૅક્સીસ (સીબીડીટી)ના વડા વિવેક જોહરીએ બે બાબતો પર ૨૮ ટકા ટૅક્સ લાગુ કરવાની જાહેરાત કરી હતી. વિવેક જોહરીએ શનિવારે જણાવ્યું હતું કે જેમાં જીત ચોક્કસ પરિણામ પર આધારિત હોય એવી ઓનલાઇન ગેમ્સમાં જે રકમ દાવ પર લગાડાઈ હોય એ રકમ (ફુલ બેટ વેલ્યૂ) પર ૨૮ ટકા ટૅક્સ લાગુ કરવામાં આવશે.ગેમ્સક્રાફ્ટ ટેક્નોલૉજી પ્રાઇવેટ લિમિટેડ (જીટીપીએલ)ની કર (જીએસટી) ચોરીનો કેસ હજુ અદાલતમાં છે, એ સ્થિતિમાં વિવેક જોહરીની આ ટિપ્પણી મહત્ત્વપૂર્ણ છે. ડિરેક્ટરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીસીઆઈ)ના તંત્રે ૨૧,૦૦૦ કરોડ રૂપિયાનો જીએસટી નહીં ચૂકવવા બદલ ગયા સપ્ટેમ્બર મહિનામાં બેંગલૂરુની જીટીપીએલ કંપનીને સો કૉઝ નોટિસ મોકલી હતી. (એજન્સી)ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular