પાકિસ્તાન હાલમાં બેલેન્સ ઓફ પેમેન્ટ કટોકટીનો સામનો કરી રહ્યું છે અને રૂપિયાના ઘટતા મૂલ્યથી આયાતી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. પાકિસ્તાનના આયાત બિલનો મોટો હિસ્સો એનર્જીનો છે. પાકિસ્તાન સામાન્ય રીતે આયાતી કુદરતી ગેસનો ઉપયોગ કરીને તેની વાર્ષિક વીજળીની માંગના ત્રીજા ભાગથી વધુને સંતોષે છે, જેની કિંમતો રશિયાના યુક્રેન પર આક્રમણ પછી સતત વધી રહી છે.
પાકિસ્તાનની ઓઈલ કંપનીઓએ ચેતવણી આપી છે કે ઓઈલ ઈન્ડસ્ટ્રી બરબાદ થવાની કગાર પર આવી ગઇ છે. દેશમાં ડૉલરની કારમી અછત અને અને સતત ઘટી રહેલા રૂપિયાના ભાવને કારણે ઓઇલ ઉદ્યોગ પર સંકટ ઊભું થયું છે. કંપનીઓના મતે હવે માત્ર થોડા જ દિવસો બાકી છે અને પાકિસ્તાનનો ઓઈલ ઈન્ડસ્ટ્રી સંપૂર્ણપણે પડી ભાંગશે.
પાકિસ્તાન હાલમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ની મદદની રાહ જોઈ રહ્યો છે, પરંતુ એવું લાગે છે કે પાકિસ્તાનને આ મદદ જલ્દી મળવાની નથી. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડની શરતોને પહોંચી વળવા માટે સરકારે ડોલરની મર્યાદા હટાવી દીધી છે. પરિણામે ઇન્ટરબેંક માર્કેટમાં રૂપિયો રૂ.276.58ની ઐતિહાસિક નીચી સપાટીએ ગબડી ગયો હતો.
ઓઇલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટી (OGRA) અને ઉર્જા મંત્રાલયને લખેલા પત્રમાં ઓઇલ કંપનીઝ એડવાઇઝરી કાઉન્સિલ (OCAC) એ જણાવ્યું હતું કે સ્થાનિક રૂપિયામાં અચાનક ઘટાડો થવાથી ઉદ્યોગને અબજો રૂપિયાનું નુકસાન થયું છે. આ સાથે, ઘટતા જતા વિદેશી હૂંડિયામણના ભંડારને કારણે, સરકારે એલસી (લેટર્સ ઓફ ક્રેડિટ) પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
દેશની ઓઇલ કંપનીઓને બચાવવા માટે પાકિસ્તાન હવે શું પગલા લે છે તે જોવું રહ્યું.
બરબાદીના આરે આવી ગઇ દેશની ઓઇલ કંપનીઓ, હવે IMFની મદદની રાહ
RELATED ARTICLES