1,600 કરોડમાં બનેલી ધાનુષની પહેલી હોલીવૂડ ફિલ્મનો એક સીનનો ખર્ચ સાંભળીને તમને આવી જશે ચક્કર

ફિલ્મી ફંડા

સાઉથના સુપરસ્ટાર ધનુષ પોતાની હોલીવૂડ ફિલ્મને લઈને ચર્ચામાં છે. એવેન્જર્સની પ્રખ્યાત ડિરેક્ટરની જોડી રૂસો બ્રધર્સની નવી ફિલ્મ ધ ગ્રે મેનમાં ધનુષે કામ કર્યું છે. આ ફિલ્મને લઈને ધનુષ ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર 1,600 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મનું શૂટિંગ દુનિયાભરના સૌથી સારા લોકેશન પર થઈ છે. ફિલ્મના એક સીનને ફિલ્માવવામાં એક મહિનાનો સમય લાગ્યો હતો અને આ એક સીનનો ખર્ચ 319 કરોડ રૂપિયા થયો હતો. ફિલ્મને લઈને હોલીવૂડ સ્ટાર્સ રાયન ગોસ્લિંગ, ક્રિસ ઈવાંસ, રેગે જોન, આના દે અર્માસ જેવા સ્ટાર્સની સાથે ધનુષનું પફોર્મન્સ પણ ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.