Homeઆમચી મુંબઈગોખલે પુલને BMC નહીં પણ આર્મી પાસે બંધાવો! જાણો કોણે કરી આ...

ગોખલે પુલને BMC નહીં પણ આર્મી પાસે બંધાવો! જાણો કોણે કરી આ માગણી

ગોખલે પુલ બંધ થવાના પહેલા જ દિવસે નાગરિકોને ઑફિસે સમયસર પહોંચવામાં નાકે દમ આવી ગયો હતો ત્યારે આ પુલને મુંબઈ મહાનગરપાલિકા (BMC) એ જાતે બાંધવાને બદલે આર્મી પાસેથી યુદ્ધના ધોરણે બંધાવી લેવો એવી માગણી અંધેરીના સ્થાનિક નાગરિકોએ ઓનલાઈન પિટિશન કરી છે.
લોખંડવાલા ઓશિવરા સિટિઝન એસોસિયેશનના ધવલ શાહે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે રવિવાર મધરાતથી આ પુલ રાહદારી અને વાહનચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. ટ્રાફિકને કેપ્ટન વિનાયક ગોરે ફ્લાયઓવર, અંધેરી સબ-વે પણ ડાઈવર્ટ કરવામાં આવ્યો છે. આ પર્યાયી રસ્તાઓ પર ભયાનક ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જા હતી. પહેલા જ દિવસે હાલત ખરાબ હતી તો આગામી દિવસોમાં નાગરિકોની હાલત કેવી થશે?
તેથી આ પુલનું કામ યુદ્ધના ધોરણે થાય એ આવશ્યક છે. એટલે જ જે રીતે પરેલ રેલવે સ્ટેશન પરનો ફૂટઓવર બ્રિજ આર્મી પાસેથી બંધાવ્યો હતો, તે મુજબ અંધેરીનો ગોખલે પુલ પણ આર્મી પાસેથી બંધાવી લો એવી માગણી સાથે અમે ઓનલાઈન પિટિશન કરી છે.

RELATED ARTICLES

Most Popular