વિજ્ઞાનીઓનો સંઘર્ષ: આજના સમાજની મેન્ટાલિટી

ઉત્સવ

બ્રહ્માંડ દર્શન -ડો. જે. જે. રાવલ

હ્યૂ એવરેટ (હધ એવરેટ) -આલ્બર્ટ આઈન્સ્ટાઈન -ખગોળવિદ્ એરિસ્ટાર્ચસ સેમોસ

અમારી જાણ પ્રમાણે વિજ્ઞાનના ઈતિહાસમાં આઠથી નવ વિજ્ઞાનીઓ જ છે જે ધનવાન કુટુંબોમાંથી આવ્યા હતાં. બાકીના બધા જ વિજ્ઞાનીઓ ગરીબ ઘરનાં અથવા મધ્યમવર્ગનાં પરિવારના હતા. આમ વિજ્ઞાનક્ષેત્ર એ રીતે શુષ્ક અને ખતરનાક છે. તે ત્યાગનું ક્ષેત્ર છે, જ્ઞાન અને પ્રજ્ઞાનું ક્ષેત્ર છે, જેને નવાજવાવાળો વર્ગ અતિ નાનો છે. તેમાં વળી પાછા પૂર્વગ્રહો, મુખ્ય વિજ્ઞાનીઓનાં સ્વભાવ, યુવાન વિજ્ઞાનીઓની ઉદ્દંડતા, સંશોધન માટે ક્રેડિટનો સવાલ, સંશોધનની ચોરી, માનવીય દુર્ગુણો, ઈર્ષ્યા, સંશોધનના એક્ઝામિનરોના ખોટા-સાચા અભિપ્રાયો વગેરે બધું જ ભાગ ભજવે છે. તેમાં વળી સરકારની પૉલિસી, સરકારી અધિકારીઓની આવા વિષયે આળસ અને અભાનતા પણ મુશ્કેલીઓ ઊભી કરે છે.
ઘણીવાર એવું થાય છે કે વિજ્ઞાનીઓ તેમના જમાના કરતાં કેટલાય દશકા કે સદીઓ આગળ હોય છે. તેમાં લોકો તો શું પણ તે ક્ષેત્રના વિજ્ઞાનીઓ પણ તેમના સંશોધનને સમજી શકતાં નથી અને વિજ્ઞાનીઓને અનાયાસે અન્યાય થાય છે. વિજ્ઞાનીઓને તેમના જીવતા તેમના કાર્યની ક્રેડિટ મળતી નથી અને તેઓ હતાશાના વમળમાં પડી જાય છે. એવે વખતે તેઓને જો અધ્યાત્મ કે ગીતાનું જ્ઞાન હોય તો તે ટકી શકે છે, નહીં તો કાં તો તેઓ તેમના કાર્યક્ષેત્રને છોડી બીજા કાર્યક્ષેત્રમાં ચાલ્યા જાય છે અથવા તેમને ચાલ્યા જવું પડે છે. આવા દાખલાઓ ઘણા છે. જો પ્રોફેસર જી. એચ. હાર્ડીએ રામાનૂજનનો હાથ ઝાલ્યો ન હોત તો રામાનૂજન બેનામી મૃત્યુ પામત. જો આઈન્સ્ટાઈને સત્યેન્દ્રનાથ બોઝનું સંશોધન પ્રકાશિત ન કરાવ્યું હોત તો બોઝનું શું થાત. ઈસ્વીસન પૂર્વે બીજી સદીમાં થઈ ગયેલા સેમોસના ખગોળવિદ્ એરિસ્ટાર્ચસે જાહેર કરેલું કે સૂર્ય, સૂર્યમાળાના કેન્દ્રમાં છે અને બધા જ ગ્રહો પોતાની ધરી પર ઘૂમે છે અને સૂર્ય ફરતે પરિક્રમા કરે છે, પણ કોઈ તે સમજી શકયું નહોતું. આઈન્સ્ટાઈનને મેક્ષ પ્લાંક અને મેડમ ક્યૂરીનો સબળ ટેકો હતો, નહીં તો આઈન્સ્ટાઈન પણ ગુમનામ મૃત્યુ પામત – વિજ્ઞાનક્ષેત્રે આવા તો ઘણા દાખલા છે.
નવા વિચારો એટલા ગૂઢ અને અમૂર્ત (એબ્સ્ટ્રેક, abstract) હોય છે કે નિષ્ણાત વિજ્ઞાનીઓને પણ તે ખોટા લાગે. દાખલા તરીકે આઈન્સ્ટાઈનની થિયરી. આઈન્સ્ટાઈને તેની થીઅરી પ્રકાશિત કરી ત્યારે માત્ર ગણ્યા-ગાંઠ્યા વિજ્ઞાનીઓ જ તેને સમજી શકયાં હતાં. આજ પણ હજુ કેટલાયને તે સમજાઈ નથી. જ્યારે આઈન્સ્ટાઈને તે પ્રકાશિત કરી ત્યારે કેટલાય વિજ્ઞાનીઓએ પણ તેનો વિરોધ કર્યો હતો. આઈન્સ્ટાઈનની થિયરી ખોટી છે, એમ વિજ્ઞાનીઓ પણ પ્રચાર કરતાં હતાં. આઈન્સ્ટાઈનની થિયરી જો અસ્તિત્વમાં આવી ન હોત તો અર્વાચીન વિજ્ઞાન આગળ વધ્યું જ ન હોત.
અત્રે આપણે એવા એક મહાન ક્વોન્ટમ ભૌતિકશાના વિજ્ઞાનીની વાત કરવાના છીએ જેને અદ્ભુત સંશોધન કર્યું હતું પણ તે સમયના માંધાતા વિજ્ઞાનીઓએ તેનો અસ્વીકાર કર્યો, આ સાચું હોઈ શકે જ નહીં અને તેથી તેની આખી જિંદગી નષ્ટ થઈ ગઈ અને તેણે ભૌતિકશા છોડી અ-શ વિદ્યામાં કામ કરવાનો વારો આવ્યો. તે ક્ષેત્રમાં પણ તેણે ઈતિહાસ બનાવ્યો. તેણે પછી ભૌતિકશાની કારકિર્દી જ છોડી દીધી, અને અમેરિકાની ટૉપ મિલિટરી ઓ-શો બનાવતી સંસ્થામાં નોકરી સ્વીકારી તેઓ પછી ઉચ્ચસ્તરના ભયંકર ઓ-શો બનાવવાની ગાણિતિક ગણતરી અને કોમ્પ્યુટેશનમાં પડી ગયા. ખૂબ જ વિચક્ષણતા અને ગાણિતિક વિદ્વત્તા ધરાવનાર આ વિજ્ઞાની ચેઈન-સ્મોકર બની ગયા અને દારૂની લતે ચઢી ગયા, પણ તેના ઉચ્ચ કાર્યમાં જરા પણ ઊણપ ન આવી. અમેરિકાએ ઈરાકના યુદ્ધ વખતે જે પેટ્રીઅટ, સ્કડઝ વગેરે મિસાઈલ્સ ઈરાકને નષ્ટ કરવા ઉપયોગમાં લીધા હતા તે બનાવનાર આ વિજ્ઞાની હતા.
તેમના ક્વોન્ટમ ભૌતિકશામાં સંશોધનનો સ્વીકાર ન થયો તેની પછડાટ તેમને એવી લાગી હતી અને તેમને એવો તો આઘાત લાગ્યો હતો કે તે માત્ર હાલતું-ચાલતું માંસનું શરીર બની રહ્યાં હતાં, તેમ છતાં એવી પરિસ્થિતિમાં પણ તેમની કામની નિપુણતા બેમિસાલ રહી હતી. તેઓ ઘરે રહેતા, તેમના પરિવાર સાથે રહેતા પણ જરા પણ સંવેદનશીલતા વગર. તેમનું ૫૧ વર્ષે મૃત્યુ થયું. તેમના મૃત્યુ પછી તેમની ક્વોન્ટમ થિયરી એટલી બધી અગત્યની, ઉત્કૃષ્ટ અને ગૂઢ સાબિત થઈ કે તે કથા સાંભળીને બધાને આઘાત લાગ્યો. આ ક્વોન્ટમ ભૌતિકશાી હતા હયૂ એવરેટ અથવા હધ એવરેટ.
તેમની ક્વોન્ટમ ભૌતિકશાની થિયરી સાબિત કરે છે કે આપણા જેવા કેટલાય બ્રહ્માંડો અસ્તિત્વ ધરાવતા હોવા જોઈએ. આજે આ સાચું જણાય છે પણ એવરેટ તો દુ:ખમાં ને દુ:ખમાં, હતાશામાં મૃત્યુ પામ્યા. તેમની ઓ-શો બનાવવાની કામગીરી ઝળહળતી રહી. જો ત્યારના વિખ્યાત ક્વોન્ટમ ભૌતિકશાી નીલ્સ બ્હોરે થોડી તસ્દી લઈ, તેમની થિયરીને તપાસી હોત, તેમને પોતાની થિયરી વિષે શું કહેવાનું છે તે પર જરા વધારે ધ્યાન આપ્યું હોત અને તેને થોડો ઉત્સાહ આપ્યો હોત તો ક્વોન્ટમ ભૌતિકશામાં વસ્તુસ્થિતિ જરા જુદી જ હોત.
ઘણા મોટા વિજ્ઞાનીઓ, એટલા મોટા અભિમાની અને ઘમંડી બની જાય છે કે ઊગતા વિજ્ઞાનીઓનાં સંશોધનને સ્વીકારવા યોગ્ય માનતાં જ નથી અને તેથી ઘણા આશાસ્પદ યુવાન વિજ્ઞાનીઓ કસમયે મૃત્યુ પામે છે અથવા તો તેમની કારકિર્દી ઊગતાની સાથે જ અસ્ત થઈ જાય છે. એવું જ આપણી શિક્ષણ પદ્ધતિમાં છે. ચાર માર્કસ ઓછા આવે એમાં તો યુવાનને જે ક્ષેત્રમાં તેને રસ હોય તેમાં તે જઈ શકતો નથી, હતાશ થઈ જાય છે અને તેની કારકિર્દી રાખ થઈ જાય છે, જાણે કે એ ચાર માર્કસ જ વિધાતા હોય, રાજકારણમાં પણ આવી જ પરિસ્થિતિના કોઈવાર દર્શન થાય છે. દાખલા તરીકે એક પાર્ટીએ ૫૦ સીટ જીતી હોય અને બીજી પાર્ટીએ ૪૯ સીટ જીતી હોય અને જો પ્રથમ પાર્ટીના બે સભ્યો બીજી પાર્ટીમાં આવી જાય તો બીજી પાર્ટી સરકાર બનાવે. આમ પેલા ૪૯ સીટ જીતવાવાળાની કોઈ કિંમત નહીં પણ પેલા બે જણા ડીફેક્ટર થઈને આવ્યા હોય તે ખૂબ જ મહત્ત્વના બની જાય છે.
પરીક્ષાના સમયે વિદ્યાર્થીની તબિયત બગડે તો પણ તે ઊંડી ખાઈમાં જઈ પડે છે. વિદ્યાર્થીને ગમતા વિષયમાં પ્રવેશ મળતો જ નથી. આ બધું બરાબર નથી પણ માસ-એજ્યુકેશનમાં બીજું શું થઈ શકે? કેવી રીતે જાણવું કે વિદ્યાર્થી ખરેખર તો હોશિયાર છે. શિક્ષકો પણ ઘણી પાર્સ્યાલિટી કરે છે. ઓન-લાઈન પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓએ ખૂબ જ માર્કસ લીધાં છે. ઠોઠ વિદ્યાર્થીઓ ૯૦ ટકા માર્કસ લઈને આવ્યાં છે. તેઓ આમ ઠોઠ હતાં કે છે પણ કોપી કરવામાં હોશિયાર હતા કે છે. અમે જ્યારે કૉલેજમાં હતાં ત્યારે અમારા ક્લાસમાં ૧૫૫ વિદ્યાર્થીઓ હતાં. આ પરિસ્થિતિમાં લેક્ચરર બિચારા પણ શું કરે? ઘણીવાર શિક્ષક કે વ્યાખ્યાતા લેક્ચરરનું સ્ટાન્ડર્ડ પણ જોઈએ તેવું હોતું નથી. ઙવ.ઉ.ની ડિગ્રીઓ લેવામાં પણ આવી જ પરિસ્થિતિ છે. હમણાં હમણાં વળી ઈંઅજ કે ઈંઙજ ઑફિસરોને ઙવ.ઉ.ની ડિગ્રી લેવાનો ટ્રેન્ડ શરૂ થયો છે, જે તેમને આસાનીથી મળી જાય છે. હાયર એજ્યુકેશન કમિશનર કે સેક્રેટરીની નીચે જ યુનિવર્સિટી હોય છે. તેઓને પછી ઙવ.ઉ.ની ડિગ્રી લેવામાં શું તકલીફ પડવાની? ઉત્કૃષ્ટ મૌલિક સંશોધન કરવું ઘણું દુષ્કર છે. એક વિષયના જ્ઞાન વગરનો માણસ ઙવ.ઉ. હોય છે અને આઈન્સ્ટાઈન પણ ઙવ.ઉ. હોય છે. તેમાં ફરક પડે કે નહીં?
માતા-પિતા પણ કેવા? મારું બાળક ડૉક્ટર, એન્જિનિયર, આઈ.આઈ.ટી.માં જાય, એમ.બી.એ. આઈ.આઈ.એમ. કરે જાણે આ જ દુનિયા હોય? અરે બાળકનો રસ, બાળકની ક્ષમતા તો જુઓ. ઉપરોક્ત કારકિર્દી સિવાય બીજી કારકિર્દી જાણે તુચ્છ હોય. આમાં શિવકુમાર શર્મા, હરિપ્રસાદ ચોરસિયા, જાકીર હુસેન, બૈજુ મહારાજ, તાનસેન, બૈજુ બાવરા, તાના-રીરી, ભીમસેન જોષી, સોનલ માનસિંહ, સુબલક્ષ્મી, વિજ્ઞાની કોણ બનશે? જાણે ડૉક્ટર, એન્જિનિયરની દુનિયા જ ઉદ્ધારક હોય. હાલમાં આઈ.ટી. અને કોમ્પ્યુટર સાયન્સની કારકિર્દી ટૉપ ગિયરમાં ચાલે છે. દરેક વિદ્યાર્થી આ જ કારકિર્દી પસંદ કરે છે તો પછી મિકેનીકલ, ઈલેક્ટ્રિક, સિવિલ એ પાયાની એન્જિનિયરિંગ કારકિર્દી શું? છેવટે બધા ધનની લોલુપતા પાછળ હોય છે, નહીં કે જ્ઞાન-પ્રજ્ઞાનની. હાલમાં જુઓ તો લોકો જીવન જીવતાં નથી. આની પાછળ જ્ઞાન કે સંશોધન ઓછાં છે પણ લોલુપતા, ધન પદનાં આકર્ષણો છે. વિદ્યાર્થીને જેમાં ઊંડો રસ હોય તે કારકિર્દીમાં જવા દેવા જોઈએ. બાળક પર નાનપણથી કારકિર્દી ઠોકી બેસાડવી જોઈએ નહીં. મીડિયોક્રસી આમાંથી ઉત્પન્ન થાય છે. કેટલાય ઈંઅજ અધિકારીઓને વિજ્ઞાની બનવું હતું પણ એડમિનિસ્ટ્રેટર બની ગયાં. કેટલાય ડૉક્ટરોને પણ ખગોળવિજ્ઞાની બનવું હતું, તેઓ ડૉક્ટર બની ગયાં.
ઘણાખરા વિજ્ઞાનીઓ જેવા કે મેડમ ક્યૂરી, આઈન્સ્ટાઈન પદ અને ધનનાં આકર્ષણોથી પર હોય છે. માટે જ કદાચ સમાજને કે સરકારને તેમની કિંમત નથી. આવા માહોલમાં મહાન સર્જકો પેદા જ ન થાય. મોબાઈલને વાપરતી વખતે કોઈ તેના હજારો શોધકોને યાદ કરે છે, ટેસ્લા, જગદીશચંદ્ર બૉઝ વગેરેને યાદ કરે છે? પેન તો ચાર આનામાં મળે. મોબાઈલ દશ, વીસ, પચાસ હજાર કે લાખમાં મળે. તેટલી જ તેમના શોધકોની કિંમત. કાગળના શોધકને કોઈ યાદ કરે છે. ટી.વી., કૅમેરા, પ્લેન વગેરેના શોધકોને કોઈ યાદ કરે છે? ઘણોખરો સમાજ તો કૃતઘ્ની છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.