સોશિયલ મીડિયા પર નફરત ફેલાતી અટકાવવા કેન્દ્ર સરકાર હેટ સ્પીચ વિરોધી કાયદો લાવશે, જાણો શું હશે આ કાયદામાં

ટૉપ ન્યૂઝ

હાલ દેશમાં હેટ સ્પીચને કારણે હિંસા, તોડફોડ અને ધાકધમકીના બનાવો ખુબ વધી રહ્યા છે. ખાસ કરી ને સોશિયલ મીડિયા પર લોકો સતત એક બીજા સમુદાયને લગતી દ્વેષપૂર્ણ સામગ્રી પોસ્ટ કેરે છે, જેને કારણે દેશમાં કોમી વૈમનસ્યતાનો મહોલ ઉભો થઇ રહ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં હેટ સ્પીચ પર લગામ લગાવવા કડક કાયદો લાવવા જઈ રહી છે. આ માટે સરકારે તૈયારીઓ કરી લીધી છે. આ માટેના કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ કાયદામાં હેટ સ્પીચ અંગે ચોક્કસ માપદંડ નક્કી કરવામાં આવશે. હેટ સ્પીચ ફેલાવનાર સામે કડકમાં કડક કાર્યવાહીની જોગવાઈ કરવામાં આવશે.
આ કાયદા હેઠળ માત્ર હિંસા ફેલાવનારી સામગ્રી જ નહીં પરંતુ ફેક ન્યુઝ ફેલાવનારા અને આક્રમક વિચારો પોસ્ટ કરવા વાળા લોકોને પણ આવરી લેવામાં આવશે. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર આ મામલે લાંબા સમયથી વિચાર કરી રહી હતી, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા હવે વધુ સમય લીધા વિના તેનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સંસદના ચોમાસુ સત્રમાં આ કાયદાને લઈને ગૃહમાં ચર્ચા થઈ શકે છે.
અન્ય દેશોના કાયદાઓ અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના તમામ પાસાઓ અંગે સુપ્રીમ કોર્ટના નિર્દેશોને ધ્યાનમાં રાખીને કાયદાનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, તે ટૂંક સમયમાં લોકોના અભિપ્રાય માટે રજૂ કરવામાં આવશે, જેમાં હેટ સ્પીચની વ્યાખ્યા સ્પષ્ટ કરવામાં આવશે. જેથી લોકોને પણ ખબર પડે કે તેઓ જે બોલી રહ્યા છે કે લખી રહ્યા છે તે કાયદાના હેઠળ આવે છે કે નહીં.
કાયદા પંચે હેટ સ્પીચ પરના તેના કન્સલ્ટેશન પેપરમાં સ્પષ્ટ કર્યું છે કે જરૂરી નથી કે માત્ર હિંસા ફેલાવતા ભાષણને જ હેટસ્પીચ ગણવામાં આવે. ઈન્ટરનેટ પર ઓળખ છુપાવીને જૂઠાણા અને અપમાનજનક વિચારો સરળતાથી ફેલાવવામાં આવે છે. આવી ભેદભાવપૂર્ણ અને જાતિગત ટીપ્પણીને પણ હેટ સ્પીચ ગણવી જોઈએ. આનાથી હેટ સ્પીચ ફેલાવનાર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સામે યોગ્ય કાર્યવાહીનો માર્ગ મોકળો બનશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.