હિમાચલ પ્રદેશના કુલ્લુમાં બસ ખીણમાં ખાબકી, શાળાના વિદ્યાર્થીઓ સહિત 16 લોકોના મોતની આશંકા

ટૉપ ન્યૂઝ

આજે સવારે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં એક ભયાનક દુર્ઘટના ઘટી છે. એક ખાનગી બસ શૈનશરથી સાંઈજ તરફ જઈ રહી હતી ત્યારે જંગલા ગામ પાસે ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં શાળાના વિદ્યાર્થીઓ સહિત 16 લોકોના મોતની આશંકા છે. બસમાં 35 થી 40 લોકો સવાર હતા. આ અકસ્માત સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ થયો હતો. તંત્ર દ્વારા અકસ્માત સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
મળતી માહિતી મુજબ હાલ રાહત અને બચાવ કાર્ય દરમિયાન છ મૃતદેહો અને ત્રણ ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા છે. પ્રશાસનના જણાવ્યા અનુસાર બસના કાટમાળ નીચે હજુ ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે. જ્યાં દુર્ઘટના ઘટી છે એ ખૂબ જ દુર્ગમ વિસ્તાર છે. કોઈ કારણ સર રોડ પરથી બસ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. અકસ્માત કેટલો ભયાનક છે તેનો અંદાજ તસવીર પરથી લગાવી શકાય છે. તસ્વીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અકસ્માતમાં બસ ચકદાય ગઈ છે.
જિલ્લા મેજિસ્ટ્રેટના જણાવ્યા અનુસાર જ્યાં સુધી બચાવ કાર્ય પૂર્ણ નહીં થાય ત્યાં સુધી મૃત્યુઆંક વિશે કંઈ ચોક્કસ કહી શકાય નહીં. હાલઅકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.