પાંચ બિલ્ડિંગના રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સમાં ૨૫૦ પરિવારને સુરક્ષિત ખસેડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: થાણે જિલ્લાના ડોંબીવલીમાં શાંતિ ઉપવન કૉમ્પ્લેક્સ નામના રેસિડેન્શિલ કૉમ્પ્લેક્સમાં એક બિલ્િંડગમાં કૉમ્પ્લેક્સમાં રહેલી તમામ પાંચ બિલ્ડિંગને ફાયરબ્રિગેડે ખાલી કરાવી હતી. થાણે ફાયરબ્રિગેડના કહેવા મુજબ શનિવારે મોડી રાતે લગભગ ૯.૩૦ વાગ્યાની આસપાસ રહેવાસીઓને બિલ્ડિંગમાં કંઈક તૂટવાનો જોરદાર અવાજ સાંભળ્યો હતો. તેથી તુરંત રહેવાસીઓ નીચે દોડી આવ્યા હતા. આ દરમિયાન બિલ્ડિંગની એક વિંગમાં સ્લેબ તૂટવાનો અને પિલરમાં તિરાડ પડી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ વિંગમાં લગભગ ૪૨ પરિવારો રહે છે.
પિલરમાં તિરાડ પડી હોવાનું જણાતા ફાયરબ્રિગેડે, પોલીસ અને પાલિકાના અધિકારીઓ તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા અને રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સની પાંચ બિલ્િંડગના તમામ ૨૫૦ પરિવારને બહાર કાઢીને કૉમ્પ્લેક્સ ખાલી કરાવવામાં આવ્યો હતો. બિલ્િંડગમાં એક મૂક-બધીર પરિવાર પણ રહેતો હતો, તેમને પણ ફાયરબિગ્રેડે સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. કલ્યાણ-ડોંબીવલી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ટીમ ઘટના સ્થળે આવીને તપાસ કરીને બિલ્ડિંગ રહેવાને સુરક્ષિત ન હોવાનું કહીને તેને સીલ કરી નાખી હતી. પાલિકાએ તમામ પરિવારને નજીક આવેલી સ્કૂલ અને કમ્યુનિટી હૉલમાં શિફ્ટ કર્યા હતા. બિલ્ડિંગમાં રહેતા અનેક બાળકો દસમા અને બારમાની બોર્ડની પરીક્ષા આપી રહ્યા હોવાથી ફાયરબ્રિગેેડે બાળકોના પુસ્તકો બિલ્િંડગમાં રહેલા તેમના ઘરમાંથી બહાર લાવી આપવામાં મદદ કરી હતી.
સબ ફાયર ઑફિસર નામદેવ ચૌધરીના જણાવ્યા મુજબ આ બિલ્ડિંગ ૧૯૯૮માં બાંધવામાં આવી હતી. આ બિલ્િંડગનો જોખમી બિલ્ડિંગની યાદીમાં સમાવેશ નહોતો. ઈમારતનો હવે સ્ટ્રકચરલ ઑડિટ કરવામાં આવશે. બિલ્િંડગમાં પડેલી તિરાડનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને રવિવારે બપોરે ફાયરબ્રિગેડની મદદથી રહેવાસીઓએ તેમના ઘરમાંથી કિંમતી વસ્તુઓ બહાર કાઢી હતી.
બિલ્િંડગના રહેવાસીઓના કહેવા મુજબ બિલ્ડિંગ જર્જરીત હાલતમાં હતી અને તેના રિડેવલપમેન્ટ માટે સંબંધિત બિલ્ડર સાથે ચર્ચા ચાલી રહી હતી, પરંતુ તે દુર્લક્ષ કરી રહ્યો હતો.