ભાજપે પંડિત અને ડોગરા સમુદાયના લોકોને કાશ્મીર ન છોડવાની અપીલ કરી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ભારતીય જનતા પાર્ટીએ રવિવારે ડોગરા અને કાશ્મીરી પંડિત સમુદાયને ખીણ ન છોડવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે સરકાર “પાકિસ્તાની ષડયંત્ર” ને નિષ્ફળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. કાશ્મીરમાં લક્ષિત હત્યાઓને પગલે કાશ્મીરી પંડિતો અને ડોગરા સમુદાયના કાર્યકરો ખીણમાંથી બહાર ટ્રાન્સફરની માંગ કરી રહ્યા છે.

પાકિસ્તાનની નાપાક યોજનાઓને નિષ્ફળ કરવા માટે આપણે એકસાથે ઊભા રહેવું પડશે, જેના હેઠળ આતંકવાદીઓ લઘુમતીઓ અને રાષ્ટ્રવાદી મુસ્લિમોને ખીણમાંથી બળજબરીથી બહાર કાઢવા માટે  ટાર્ગેટેડ કિલિંગ કરી રહ્યા છે.

-જમ્મુ અને કાશ્મીર ભાજપના પ્રમુખ રવિન્દ્ર રૈના

પાર્ટી હેડક્વાર્ટર ખાતે કાશ્મીરી પંડિતોના એક સંમેલનને સંબોધતા રૈનાએ કહ્યું, “આપણે છેલ્લા 32 વર્ષથી પાકિસ્તાન પ્રાયોજિત પ્રોક્સી યુદ્ધ લડી રહ્યા છીએ અને આપણી પોલીસ, સેના અને અર્ધલશ્કરી દળો પાડોશી દેશના હજારો આતંકવાદીઓને ખતમ કરીને જડબાતોડ જવાબ આપી રહ્યા છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.