Homeઆમચી મુંબઈ... અને ભરરસ્તે અચાનક ભડકે બળવા લાગી બસ

… અને ભરરસ્તે અચાનક ભડકે બળવા લાગી બસ

મુંબઈઃ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં બેસ્ટની બસમાં અચાનક બુધવારે બપોરે આગ ફાટી નીકળી હતી. આગમાં આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી, પરંતુ સદ્ભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નહોતી.

મુંબઈની લાઈફલાઈનની વાત કરીએ તો પહેલાં નંબર પર આવે છે લોકલ ટ્રેન અને બીજા નંબર પર આવે છે બેસ્ટની બસ. રોજે સેંકડો મુંબઈગરાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું કામ બેસ્ટની બસ અને લોકલ ટ્રેન વર્ષોથી કરી રહી છે. મુંબઈગરાની આ બીજા નંબરની લાઈફલાઈન બેસ્ટની બસને લઈને મુંબઈના બાંદ્રા વિસ્તારથી એક મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે.

બાંદ્રા વિસ્તારમાં બપોરના સમયે અચાનક બેસ્ટની બસમાં આગ લાગી ગઈ હતી. બસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી. બસમાં પ્રવાસ કરી રહેલાં મુસાફરોને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચી નથી. એક જાગરુક પ્રવાસીને બસમાં સ્પાર્ક થઈ રહ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું અને તેણે સમયસર આ બાબતની જાણ કરતાં બસમાં આગ લાગે એ પહેલાં જ બધા પ્રવાસીઓને સુખરુપ નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. પરંતુ અચાનક બસમાં આગ ફાટી નીકળતાં પ્રવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો.

અગ્નિશામક દળના જવાનોએ ઘટનાસ્થળે જઈને આગ બુઝાવી હતી.. આ આગમાં આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી.

 

આ ઘટનાના એકાદ અઠવાડિયા પહેલાં નવી મુંબઈ મહારપાલિકાની બસમાં ખોણી-તળોજા રસ્તા પર આવેલા નાગઝર બસ સ્ટોપ પર આગ ફાટી નીકળી હતી. એ વખત ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે જાનહાનિ થતી અટકાવી શકાઈ હતી. આ આગ શોર્ટસર્કિટને કારણે લાગી હોવાની આશંકા અગ્નિશામક દળના જવાનો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે.

એ પહેલાં નવી મુંબઈમાં એક સ્કુલ બસમાં આગ લાગી હતી. શાળાના વિદ્યાર્થીઓને ઘરે મૂકવા જતી વખતે સ્કુલ બસને આગ લાગી હતી. ખારઘર ઘરકુલ સેક્ટર 15ની સામે આ ઘટના બની હતી. સમયસર વિદ્યાર્થીઓને બસમાંથી ઉતારી લેવામાં આવતા એ સમયે પણ કોઈ પ્રકારની જાનહાનિ થઈ નહોતી.

આ પહેલાં નવેમ્બર, 2022ના મહારાષ્ટ્રના અમરાવતીના પિંપલવિહિરમાં પણ રાજ્યની પરિવહન વિભાગની એક બસમાં આગ લાગવાની ઘટના બની હતી. એ વખતે બસમાં 35 પ્રવાસીઓ સવાર હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular