Homeદેશ વિદેશઆમ કે આમ ગુટલીઓકે દામઃ માત્ર કેરીની મજા ન લેતા ગોટલીના ફાયદા...

આમ કે આમ ગુટલીઓકે દામઃ માત્ર કેરીની મજા ન લેતા ગોટલીના ફાયદા પણ લેજો

આજે આપણા બધાની કેસર કેરીનો જન્મદિવસ છે. જોકે કેરી ખાવા માટે વાર-તહેવાર સમયની જરૂર નથી. તે તો નજરની સામે આવે અને મોઢામાં પાણી આવી જાય. હાલમાં તો ઘરેઘરમાં કેરીની મજા માણવામાં આવતી હશે. ફળોનો રાજા વર્ષમાં એક વાર આવતો હોય સૌ પોતાની તાકાત પ્રમાણે કેરીની મજા લેતા હોય છે. કેરીના તો ફાયદા છે, પણ તેમાંથી નીકળતી ગોટલી પણ એટલી જ ઉપયોગી છે. જોકે અહીં આપણે ખાસ વાત કરવાના છે કાચી કેરીમાંથી નીકળતી ગોટલીની. તે વધારે ફાયદાકારક છે. તેમાંથી બનતા તેલ અને માખણથી ઘણા ફાયદા થાય છે. પાકી કેરીની ગોટલી પણ ફાયદાકારક છે. ગોટલીમાં વિટમિન બી-12 સહિતના પોષક તત્વો છે, જેની શાકાહારીઓને ખૂબ જ જરૂર હોય છે. ગોટલીનો મુખવાસ જગજાહેર છે, પણ તે ઉપરાંત ગોટલીના અલગ અલગ ઉપયોગ દ્વારા શરીરને લાભ મળે છે, તો ચાલો જાણીએ આ ગોટલી ખાવાથી શું શું ફાયદા થાય છે.

1. ડેન્ડ્રફથી છુટકારો મેળવવામાં મદદ કરે છે
ગોટલી તમારા વાળ માટે ફાયદાકારક છે. આ બીજ તમારા વાળના ફોલિકલ્સને મજબૂત બનાવે છે અને તમારા વાળને મૂળથી છેડા સુધી ફાયદો કરે છે. આ ઉપરાંત, તે તમને ડેન્ડ્રફથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે. ગોટલીના પાઉડર અથવા તેલનો ઉપયોગ હેર પેક બનાવવા માટે કરી શકાય છે અને તેનો નિયમિત ઉપયોગ કરી શકાય છે. ગોટલીના પાવડરને થોડા પાણીમાં મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પાવડરથી તમારા સ્કલ્પને હળવા હાથે સ્ક્રબ કરો અને પછી તેને ધોઈ લો.

2. અપચો ઘટાડે છે
પેટમાં અપચો રહેતો હોય. વારંવાર ડાયેરિયાની સમસ્યા રહેતી હોય તો ગોટલીનો પાવડર અક્સિર છે. જો કે, તમારે એક સમયે મધ સાથે પાવડર એક ગ્રામથી વધુ ન લેવો. રાહત માટે આ ઉપાય દિવસમાં બે વાર કરવાથી ચોક્કસ લાભ મળશે.

3. હૃદયના રોગોને દૂર રાખે છે
વાહ યે હુઈના બાત. એક તો મુખવાસ મોઢામાં ચગરવાની મજા અને હૃદયનું પણ ધ્યાન રહે. હૃદયરોગ અને હાયપરટેન્શન એ આજના વિશ્વમાં સામાન્ય ઘટના છે. પરંતુ ગોટલીના સેવન કુદરતી ઉપચારથી આ રોગોને દવાની જરૂર વગર થોડે અંશે નિયંત્રણમાં રાખી શકાય. ગોટલી નિયમિત પણ પ્રમાણમાં નિયંત્રિત ખાવાથી હૃદય રોગના જોખમને ઘટાડી શકાય છે. જોકે મુખવાસ બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે નમક અથવા સંચળ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય.

4. ત્વચાને ચમકાવે છે
બજારમાં ઉપલબ્ધ અન્ય રાસાયણિક અને ચીકણા લોશનની તુલનામાં ગોટલીમાંથી બનાવેલી પેસ્ટ તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવા માટે વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે.

5. સ્થૂળતાને ઓછી કરે છે
વાહ કેરી ખાવાથી વજન વધી ગયું હોય તો ગોટલી ખાવાથી ઘટાડી શકાય છે. જેઓ પોતાના પેટમાંથી ચરબી ઘટાડવાના પ્રયત્નો કરીને થાકી ગયા છે તેમના માટે ગોટલીનો અર્ક ખૂબ મદદરૂપ થઈ શકે છે. ગોટલીના અર્કમાં શુગરની માત્રા ઓછી હોય છે અને તે તમને તમારા શરીરમાંથી અમુક ઇંચ ઘટાડવામાં મદદ કરી શકે છે. તે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -