એપીએમસીમાં એક ચોંકાવનારી બાબત બહાર આવી છે. અત્યાર સુધી અનધિકૃત જગ્યા પર બાર ઊભા થઇ ગયા છે એવા સમાચારો આપડે વારંવાર સાંભળીએ છીએ. પણ નવી મુંબઇના તુર્ભે વિભાગના સાર્વજનીક શૌચાલય બારમાં ફેરવાઇ ગયું છે એવું તમને ખબર પડે તો નવાઇની વાચ નથી. આવો દાવો મહારાષ્ટ્ર નવનિર્માણ સેના ઉપશહેર પ્રમૂખ વિનોદ પાર્ટેએ કર્યો હતો. એપીએમસી ટ્રક ટર્મીનલ પાસે આવનારા લોકો માટે આ શૌચાલય બનાવવામાં આવ્યો હતો.
આ શૌચાલયની પાસેના બાર માલિકે ત્યાં અતિક્રમણ કરી આ શૌચાલયની છેક અંદર બાર બનાવ્યું છે. બાર માલિકે અધિકારીઓને કોન્ફીડન્સમાં લઇને જ આ કૃત્ય કર્યું છે એવો આક્ષેપ પાર્ટે એ કર્યો હતો. મનસેના કેટલાંક કાર્યકર્તાઓએ ત્યાં જઇને આ વાતનો ખૂલાસો કરતાં આ હેરાન કરનારી બાબત જાણવા મળી છે. શહેરમાં શૌચાલયનો બાર બની જતો હોય ત્યાં સુધી પ્રશાસન શું કરે છે, આ પ્રશ્ન નવી મુંબઇના લોકોને સતાવી રહ્યો છે. આમાં મનપાના અધિકારીઓની મીલીભગત હોવાનો આક્ષેપ કરી તેમના પર કઠોર કાર્યવાહી કરવાની મનસે એ માંગણી કરી છે. મનસેએ ઘણા લોકો સાથે વાત કરવા છતાં બારનો માલિક કોણ છે તે જાણવા મળ્યું ન હતું. માત્ર આ શૌચાલય મગહનગર પાલિકાની માલિકીનું નથી પણ સિડકોની માલીકીનું હોવાનું જાણવા મળ્યું. ત્યારે આ અંગે સિડકોને પત્રના માધ્યમથી જાણકારી આપી હોવાનું કહેવામાં આવ્યું છે.
લો બોલો… અહીં જાહેર શૌચાલયમાં ચાલે છે બાર
RELATED ARTICLES